દરિયાકિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તા.૨૯/૦૯/૨૦૨૧ થી ૦૩/૧૦/૨૦૨૧ દરમિયાન ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ સમુદ્રમાં રહેલ તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના આપવામાં આવી છે.

મત્સ્યોદ્યોગ કચેરીને કોઇ પણ બોટ/હોડીઓને માછીમારી માટેના ટોકન ઈસ્યુ નહીં કરવા તેમજ માછીમારો દરિયો ખેડે નહી તે અંગે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દ્વારા સુચના અપાઈ છે એમ ડિઝાસ્ટર મામલતદાર, સુરતની યાદીમાં જણાવાયું છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતાની ચેતવણીને ધ્યાને લઈ સુરત જિલ્લાના દરિયા કિનારાના પર્યટન સ્થળ ડુમ્મસ બીચ, સુંવાલી બીચ તેમજ ઓલપાડ તાલુકાના દરિયા કિનારાઓ પર તા.૩૦/૦૯/૨૦૨૧ થી તા.૦૧/૧૦/૨૦૨૧ સુધી પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ નિવાસી અધિક કલેક્ટર, સુરતની યાદીમાં જણાવાયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news