ઓસ્ટ્રેલિયામાં કદીના આવ્યો તેવો ભૂકંપ આવતા નાસભાગ

ભૂકંપ બાદ મેલબોર્નના ચેપલ સ્ટ્રીટમાં બધે જ કાટમાળ વિખેરાયો છે. અહીં ઇંટો અને પથ્થરો રસ્તાઓ પરની ઇમારતોમાંથી પડવા લાગ્યા. મેલબોર્નના એક કાફેના માલિક ઝૂમ ફીમના જણાવ્યા અનુસાર, ભૂકંપનો આંચકો આવતા જ તે બહાર નીકળી ગયો અને રસ્તા તરફ દોડ્યો. આખું મકાન ધ્રૂજતું હતું. બધી બારીઓ, અરીસાઓ ધ્રુજતા હતા, એવું લાગ્યું કે એક શકિતશાળી તરંગ આવી રહી છે. ફીમે કહ્યું કે તેને આ પહેલા કયારેય લાગ્યું નથી. તે પળ ખૂબ જ ડરામણી હતી. લોકો ગભરાટમાં શહેરના રસ્તાઓ પર આડેધડ રીતે દોડવા લાગ્યા. તેના આંચકા સેંકડો કિલોમીટર સુધી અનુભવાયા હતા.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ પહેલા ૫.૮ ની તીવ્રતાનો હોવાનું જાણવા મળ્યું હતું, બાદમાં તેને વધારીને ૫.૯ કરવામાં આવ્યું હતું. તેની ઊંડાઈ જમીનથી ૧૦ કિમી જેટલી હતીઓસ્ટ્રેલિયામાં, દક્ષિણ-પૂર્વનું શહેર મેલબોર્ન બુધવારે સવારે ૯ વાગ્યે દુર્લભ ભૂકંપથી હચમચી ગયું હતું. તેની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૯ માપવામાં આવી હતી. ભૂકંપ એટલો તીવ્ર હતો કે દ્યણી ઇમારતો ધ્રુજી ઉઠી અને દિવાલો ધરાશાયી થવા લાગી. દુર્લભ ભૂકંપ કારણ કે મેલબોર્ન શહેરમાં થોડા ભૂકંપ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news