સુરતની ગીચ અને સાંકડી વસ્તીમાં આગ બુઝાવવા રોબટ ખરીદવા મનપાની વિચારણા

સુરતની તક્ષશિલા દુર્ઘટનામાં જે ૨૨ બાળકોના મૃત્યુ થયા હતા. તે પછી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશનનો સ્ટાફ વધારવાની સાથે સાથે અત્યાધુનિક સાધનો પણ ખરીદવામાં આવ્યા હતા. જેમાં ૧૬ માળ સુધી જઈ શકે તેવી ટર્ન ટેબલ લેડર, જમ્પિંગ કુશન , અંધારામાં ફાયર ફાઇટિંગમાં મદદ કરી શકે તેવા એડવાન્સ કેમેરા સહીત ના સાધનો ખરીદવામાં આવ્યા હતા.

જોકે હવે શહેરનો વિસ્તાર પણ વધ્યો છે. અને વસ્તી પણ વધી છે. ખાસ કરીને હજી પણ જુના વિસ્તારો અને ટેક્સ્ટાઇલ માર્કેટ જેવા વિસ્તારોમાં ફાયર ફાઇટિંગ માટે ફાયર વિભાગને મુશ્કેલી પડે છે. તેવામાં ફાયર ફાઇટિંગ માટે ખરીદવામાં આવનાર આ રોબટ સુરત ફાયર વિભાગની તાકાત બનશે. જોકે કિંમત ઊંચી હોવાના કારણે તેની ખરીદી પર કઈ રીતે ર્નિણય લેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. સુરત શહેરમાં આગ બુઝાવવા માટે ફાયર વિભાગ દ્વારા હવે દોઢ કરોડના ખર્ચે એક રોબટ ખરીદવામાં આવશે. જે સાંકડી ગલીઓ અને ઊંચી બિલ્ડીંગમાં જાનમાલના નુકસાન કર્યા વિના આગને કાબૂમાં કરશે. સુરત શહેર  નો વ્યાપ અને વિસ્તાર ખુબ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે શહેર ફાયર વિભાગ  પણ હવે તેને લઈને સજ્જ થાય તે જરૂરી છે.

સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ફાયર ફાઈટિંગ માટે દોઢ કરોડના ખર્ચે ફાયર રોબટ ખરીદવાની તૈયારી માટે સ્થાયી સમિતિમાં ર્નિણય લેવા આવશે. ફાયર વિભાગ દ્વારા ચીફ ફાયર ઓફિસર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સુરતમાં સાંકડી ગલીઓ અને ઉંચી બિલ્ડીંગમાં આગ બુઝાવવા ફાયર ફાઇટરો ને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગની દુર્ઘટના રોકવા માટે મહાનગરપાલિકાએ ઘણી આધુનિક સાધન સામગ્રીઓ ખરીદી છે.

અમદાવાદ મહાનગર પાલિકા પાસે ફાયર રોબટ કાર્યરત છે. સુરત મહાનગરપાલિકા પણ આ પ્રકારના ખરીદવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. જેને અનુસરીને હવે સુરત મહાનગરપાલિકાએ સાંકડી અને નાની ગલીઓ અને ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ કરવા માટે રોબટ ખરીદવાનો ર્નિણય કર્યો છે. આ ફાયર રોબોટ આગ બુઝાવવાની કામગીરી માં મદદ કરશે. જે રોબટ  ની કિંમત દોઢ કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. અમદાવાદની રેસ્ક્યુ ટેકનોલોજી કંપની દ્વારા ટેન્ડર મહાનગરપાલિકામાં આપવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠક માટે તેના ઉપર ર્નિણય લેવામાં આવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news