ગુજરાતના લોકોનો પ્રશ્ન આ વર્ષે નર્મદા ડેમની સપાટી પુરેપુરી ભરાશે ??
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૬૮ મીટરે હતી અને પાણીની આવક એક લાખ ક્યુસેક હતી. અને લાઈવ સ્ટોરેજ પાણી ૪૭૨૩ મિલિયન ક્યુબીક મીટર હતું. ત્યારે આજે માંડ મીટરે ૧૧૭.૫૨ પહોંચી છે.પાણીની આવક નામ માત્ર કહી શકાય તેટલી ૪૪૨૯ ક્યુસેક છે .પાણી નું લાઈવ સ્ટોરેજ ૮૬૩.૭૭ મિલિયન ક્યુબીક મીટર છે.મુખ્ય કેનાલમાં પણ હવે પીવાનુ પાણી આપવા જરૂરિયાત મુજબ ૩૨૩૬ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાની સીઝનમાં ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક લાખો ક્યુસેક હોય છે અને ભરપુર પાણી આવતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું પૂર્ણતાના આરે છે તેમ છતાં હજી પણ નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં જોઇએ તેટલો વરસાદ પડયો નથી. હાલમાં નર્મદા ડેમ તેની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ મીટરથી ૧૮.૧૯ મીટર ડેમ હજુ પણ દૂર છે.
સપ્ટેમ્બર મહિનામાં નર્મદા ડેમના કૅચમેન્ટ વિસ્તારમાં આવેલા મધ્યપ્રદેશમાં ભરપુર વરસાદ પડયો હોય તેવું ભૂતકાળમાં બન્યું છે.તો આ વખતે એક આશા છે કે સપ્ટેમ્બર મહિનો હજુ વીત્યાને પાંચ જ દિવસ થયા છે. ત્યારે હજી પણ મુશળધાર વરસાદ પડે તો ડેમ આ વખતે પણ સંપૂર્ણપણે ભરાઈ શકે તેમ છે, પણ હાલની સ્થિતિ નર્મદા ડેમના જળ સંગ્રહની સારી નથી એવું કંઈ શકાય.સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઇ ગઇ છે તેમ છતાં હજી નર્મદા ડેમ સંતોષકારક ભરાયો નથી.
ગત વર્ષે ૫ સપ્ટેમ્બર જળ સપાટી ૧૩૫.૬૮ મીટર હતી જ્યારે આ વર્ષે માંડ હજુ ૧૧૭.૫૨ મીટર પર જ પહોંચી છે. સપ્ટેમ્બર મહિનો શરૂ થયો પણ હજુય નર્મદા ડેમના કૅચમેન્ટમાં વરસાદ જોઈએ તેટલો પડતો નથી. ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે ડેમની જળ સપાટી ૧૮.૧૯ મીટર ઓછી છે.ત્યારે ડેમ સંપૂર્ણપણે ૧૩૮.૬૮ મીટર સુધી આ વર્ષે ભરાશે કે કેમ ?? તે એક પ્રશ્નાર્થ છે. કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે સારો વરસાદ હતો પરંતુ ત્યારબાદ નર્મદા ડેમના ઉપરવાસમાં ચોમાસુ લંબાઈ ગયું છે. જેના કારણે પાણીની આવક જોઈએ તેવી નથી આજે વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૭.૫૨ મીટરે પહોંચી છે.