નર્મદે સર્વ દેઃ ડેમની જળસપાટી વધીને ૧૧૬.૩૨ મીટરે પહોંચી

સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે નદી અને ચેકડેમ ઓવરફ્લો બન્યા છે, ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે તો ડેમમાં પણ જળસપાટી વધી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાની પણ જળસપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી હાલ વધીને ૧૧૬.૩૨ મીટરે પહોંચી ગઈ છે. જો કે એક જ દિવસમાં ડેમની જળ સપાટીમાં ૨૧ સેમીનો વધોર નોંધાયો છે. જો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ૪૨૭૪ ક્યુસેક પાણીની આવાક થઈ રહી છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી ૪૨૭૪ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.

સાવર્ત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news