વટવા બહારનું ટેન્કરે એસિડ ડિસ્ચાર્જ કરતા સીસીટીવીમાં થયું કેદ, પર્યાવરણના ભોગે રૂપિયા બચાવવાનો કારસો

અમદાવાદમાં વટવા જીઆઈડીસીમાં સ્ટોર્મ વોટર ડ્રેનના મેનહોલમાં વટવાની બહારનું ટેન્કર ગેરકાયદેસર રીતે એસિડ ઠાલવી ગયા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.

મળતી વિગતો પ્રમાણે ગુરૂવારે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ વટવા વિસ્તારમાં આવેલા ઇએસઆઈસી દવાખાનાની પાસે આવેલી સ્ટોર્મ વૉટર ડ્રેનનાં મેનહોલ્સમાં વટવા બહારનું કોઇ ટેન્કર ગેરકાયદેસર રીતે એસિડ ડિસ્ચાર્જ કરી ગયું હતુ. જેને સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયુ હતુ.

વીડિયોમાં જોઇ શકાય છે તે પ્રમાણે એક વ્યક્તિ એક્ટિવા લઇને ઇએસઆઈસી દવાખાનાની પાસે આવી ઉભુ રહ છે, ત્યારબાદ એક ટેન્કર આવે છે અને સ્ટોર્મ વોટર મેનહોલમાં ટેન્કરની અંદરનું પ્રવાહી ઠાલવી દે છે.

આ રીતે ગેરકાયદેસર રીતે ટેન્કર ખાલી કરાય તેમાં જે તે એકમોને ફાયદો થતો હોય છે, પરંતુ તેની સામે પર્યાવરણને ખૂબ જ મોટા પ્રમાણમાં નુક્શાન પહોંચે છે. કારણ કે આ પાણી નદીમાં ઠલવાતુ હોય છે. પરંતુ, ઉદ્યોગ માલિકોને પ્રદૂષિત અને જોખમી પ્રવાહીની ઇટીપી પ્લાન્ટની પ્રોસેસમાં ખૂબ જ ખર્ચો થતો હોવાથી પર્યાવરણના ભોગે આવા કાર્યો સસ્તામાં કરતા હોય છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ક્રયતાના કારણે આ રીતે એસિડ ડિસ્ચાર્જ કરાતા હોવાની ઘટનાઓ સામે વારંવાર સામે આવતી હોય છે, જે અંગે જીપીસીબીની કોઇ કાર્યવાહી ન કરતા હોવાથી આવા કાર્ય કરતા લોકોને છૂટો દોર મળી રહ્યો છે.

આ ઘટના અંગેની ફરિયાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પોલીસ અને વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને કરવામાં આવી છે તેવી જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news