ભારત નેટ યોજના માટે ૧૯ હજાર કરોડના બજેટને મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેયર્સની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. સાથે દેશના ગામડાઓને ઇન્ટરનેટ સાથે જોડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારત નેટ પ્રોજેક્ટ માટે ૧૯ હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી મળી છે.
કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વના ર્નિણય વિશે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- બે દિવસ પહેલા નાણામંત્રી ર્નિમલા સીતારમને કોવિડને કારણે ૬ લાખ ૨૮ હજાર કરોડની મદદનું જે માળખુ જણાવ્યું હતું તેને આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- પહેલાની સરકારો જાહેરાત કરતી હતી તેને ઘણા દિવસો બાદ લાગૂ કરતી હતી, પરંતુ મોદી સરકારે યોજના જલદી લાગૂ કરી દીધી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- જૂનથી નવેમ્બર સુધી સરકારે ફ્રી અનાજ આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ આ વખતે મેથી નવેમ્બર સુધી ૮૦ કરોડ લોકોને ફ્રી અનાજ મળશે, તે માટે ૯૩ હજાર કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું ડીએપી ખાતર, યૂરિયાના ભાવ ન વધે તે માટે ૧૪ હજાર કરોડ રૂપિયાની સબ્સિડી આપવામાં આવી છે. ગામમાં બ્રોડબેન્ડ સુવિધા માટે ૧૯ હજાર કરોડ આપવામાં આવ્યા છે. ૯૭ હજાર કરોડ રૂપિયા વીજળી વ્યવસ્થાના સુધાર માટે, ૧ લાખ ૨૨ હજાર કરોડ રૂપિયા એક્સપોર્ટ સુવિધા માટે આપવામાં આવ્યા છે. આ આર્ત્મનિભર ભારતનું ચોથુ પેકેજ છે જે તત્કાલ પ્રભાવથી લાગૂ થશે.
પવાર સેક્ટરમાં સુધારા પર પણ કેન્દ્રીય કેબિનેટે મહત્વનો ર્નિણય કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારો પાસેથી પ્લાન માગવામાં આવશે અને કેન્દ્ર તરફથી તેને પૈસા આપવામાં આવશે. મોટા શહેરોમાં ઓટોમેટિક સિસ્ટમને પણ લાગુ કરવાની તૈયારી છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે કહ્યું કે તેનાથી સોલર સિસ્ટમને મજબૂત કરવાનો પણ પ્લાન છે.
પાવર સેક્ટર માટે ૩.૦૩ લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ ફંડથી ડિસ્કોમને ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ અને સુધારા માટે પૈસા આપવામાં આવશે. ૩ લાખ કરોડને આ ફંડમાં કેન્દ્ર સરકાર ૯૭,૬૩૧ કરોડ રૂપિયા આપશે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ- દરેક ગામ સુધી ઇનફોર્મેશન હાઈવે પહોંચાડવા માટે પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક ર્નિણય લીધો છે. પાછલા વર્ષે ૧૫ ઓગસ્ટે દેશના ૬ લાખ ગામડાને ઓપ્ટિકલ બ્રોડબેન્ડમાં લાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. આજે અમે ૧ લાખ ૫૬ હજાર ગામડાઓ સુધી પહોંચી ચુક્યા છીએ. દેશના ૧૬ રાજ્યોમાં ભારત નેટને પીપીપી મોડલ હેઠળ લાગૂ કરવામાં આવ્યું છે. ત્રણ વર્ષ માટે કરાર કરી રહ્યાં છીએ, જેમાં અમે સંપૂર્ણ નેટવર્ક આપી રહ્યાં છીએ. તેમણે કહ્યું ગામડામાં ટેલીમેડિસિનની સુવિધા આપવામાં આવશે. દેશના ગામડામાં બાળકો માટે સારા કોચિંગની વ્યવસ્થા હશે.
દેશમાં ગામ-ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને મંજૂરી આપવામાં આવી છે. ભારત નેટ પ્રોજેક્ટ માટે ૧૯ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટ દ્વારા સરકાર દેશની દરેક ગ્રામ પંચાયતને બ્રોડબેન્ડ કનેક્શન સાથે જોડી રહી છે.