આણંદમાં મેઘરાજાની તોફાની ઇનિંગઃ ૪ કલાકમાં ૭ ઇંચ વરસાદ

આણંદ તાલુકામાં બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર દોઢ દિવસમાં ૧૩ ઇંચ વરસદ

આણંદમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે.આ બે દિવસમાં મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે. હજુ પણ આકાશમાં ઘેરાયેલ કાળા ડિબાંગ વાદળો જાણે ધરતીને તરબોળ કરવા તૈયાર હોય તેમ જણાઇ રહ્યા છે. શુક્રવારે સવારે આણંદમાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૭ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં ૬થી ૮ વાગ્યા સુધીમાં ૫ ઇંચ અને ૮થી ૧૦ વાગ્યા સુધીમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. બુધવાર રાત્રિથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં ૧૩ ઇંચ જેટલો અધધધ વરસાદ ખાબકી ચૂક્યો છે.

બુધવાર રાત્રેથી શુક્રવાર સવાર સુધીમાં આણંદ તાલુકામાં ૧૩ ઇંચ જેટલો અધધ વરસાદ ખાબકી ચુક્યો છે. આણંદમાં વરસાદે મહેર કરી છે. દિવસભરના ભારે બફાટ બાદ પવન સાથે ખબકેલા ભારે વરસાદથી વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી છે. વરસાદના આગમને જ આણંદના નીચાંણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી ઉભી થઇ છે.

આણંદમાં ખબકેલા ધોધમાર વરસાદે નગરમાં ઠેર ઠેર પાણી કરી દીધું હતું. આણંદ વિધાનગર રોડ ,શાસ્ત્રી મેદાન વિદ્યાનગર, આણંદ અંબાજી મંદિર ,લક્ષ્મી ટોકીઝ વિસ્તાર ,વિદ્યાનગર રોડ લક્ષ્મી સીનેમા ગામડીવડ ,રાજમહેલ રોડ ,સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ભારે પાણી ભરાયા હતા.જાહેર માર્ગો ઉપર પાણી હોઈ રોજ સવારે નિયમિત ચાલવા નીકળતા નાગરિકોને હાલ ઘરે જ બેસી રહેવાનો વખત આવ્યો છે.જાહેર માર્ગો ઉપર નદીની જેમ વહેતો ધસમસતો પ્રવાહ નજરે ચઢ્યો હતો.ઘ ણા ઉત્સાહી નાગરિકો આ માહોલ ને માણવા ગાડી લઈ નીકળ્યા હતા.તો બીજી તરફ દૈનિક ધંધા રોજગાર નોકરીએ જતા લોકો પણ આ કારણે અટવાઈ પડ્યા હતા.

આણંદ માં વરસાદી આગમનને કારણે નગરપાલિકાએ ચાલુ કરેલ પ્રિ મોન્સૂન કામગીરી અને વિકાસ ના કામોની ગતિ અવરોધાઈ છે.આણંદ જીલ્લાના આજે શુક્રવારે સવારના ૧૦ વાગ્યા સુધીના વરસાદી આંકડા મુજબ આણંદ તાલુકામાં ૧૭૦ મીમી, પેટલાદ માં ૪૮ મીમી અને ,ખંભાત ૨૨ ,બોરસદ ૧૫ મીમી ,અંકલાવમાં ૮ મીમી અને સોજીત્રામાં ૪ મીમી તેમજ તારાપુરમાં ૨ મીમી અને ઉમરેઠમાં ૧ મીમી સામાન્ય વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ નિર્ધારિત કરતાં થોડા દિવસ વહેલા છતાં ધમાકેદાર મિજાજમાં આગમન કરીને ગઇકાલે રાજ્યના ૬૮ જિલ્લાને તરબોળ કર્યા હતા. ગઇકાલે ગુરુવારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભાવનગરમાં ૩ ઇંચથી વધુ, જ્યારે ગારિયાધારમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચરોતરના આણંદ અને ખેડા જિલ્લામાં બેથી સાડા ત્રણ ઇંચ વરસાદ થયો હતો. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં મોસમનો પહેલો વરસાદ ભારે તોફાની મિજાજ સાથે વરસતાં ૧૦૦થી વધુ વૃક્ષો, થાંભલા, સાઇનબોર્ડ તૂટી પડ્યાં હતાં.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news