કોવિશીલ્ડ વેક્સિને કોવેક્સિનથી વધારે એન્ટીબોડી બનાવીઃ અભ્યાસ
ભારતમાં કોરોના વાયરસને પહોંચીવળવા માટે સતત રસીકરણ ડ્રાઈવ ચાલી રહી છે. આ વચ્ચે એક સ્ટડીમાં બતાવવામાં આવ્યું છે કે સીરમ ઈન્સ્ટીટ્યુટની કોવિશીલ્ડ ભારત બાયોટેકની કોવેક્સિન કરતા વધારે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે. કોરોના વાયરસ વેક્સિન-પ્રેરિત એન્ટીબોડી ટિટ્રેની સ્ટડીમાં તે લોકોની એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવી, જેમને બંને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.
વેક્સિનેશનને લઈ દેશમાં પ્રથમ વખત બે વિભિન્ન સ્ટડી સામે આવી છે. ૧૨ રાજ્યોની ૧૯ હોસ્પિટલોમાં થયેલા અભ્યાસના ખુલાસા પ્રમાણે કોવેક્સિન લેનારા લોકોની સરખામણીએ કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાં એન્ટીબોડીનું સ્તર વધારે જોવા મળ્યું હતું.
વધી રહેલા બ્લેક ફંગસના કેસ મુદ્દે કરવામાં આવેલા અન્ય એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટીરોઈડની સાથે સાથે ડાયાબિટીસની દવાઓ ના લેવાથી આનું જોખમ વધ્યું. બ્લેક ફંગસ દેશના ૨૬ રાજ્યોમાં ફેલાઈ ચુકી છે. નોંધવા જેવી વાત એ છે કે ફંગસ દેશમાં ગયા વર્ષથી ફેલાઈ ચુકી હતી.
અભ્યાસ પ્રમાણે ૨૦૧૯ની સરખામણીએ ૨૦૨૦માં જ ફંગસના કેસ ઝડપથી વધવા લાગ્યા હતા. પરંતુ તે સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ તેના પર ધ્યાન નહોતું આપ્યું. જો તે સમયે ધ્યાન આપવામાં આવેત તો ફંગસના કારણે છેલ્લા ૩ મહિનામાં જે મૃત્યુ થયા તેને અટકાવી શકાત.
પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત અને ઝારખંડની ૬ હોસ્પિટલ તથા એક સ્વતંત્ર નિષ્ણાંતે સાથે મળીને આ અભ્યાસ પૂરો કર્યો હતો. અભ્યાસ પ્રમાણે કોવેક્સિન અને કોવિશીલ્ડ બંને વેક્સિન ખૂબ અસરકારક છે. પરંતુ જેમને કોવિશીલ્ડ આપવામાં આવી તેમનામાં કોવેક્સિન લેનારાઓની સરખામણીએ વધુ એન્ટીબોડી જોવા મળ્યા.