સુરતમાં વાતાવરણમાં પલટોઃ છૂટોછવાયો વરસાદ વરસ્યો
શહેરમાં સરેરાશ અડધો ઇંચ અને જિલ્લામાં એક ઇંચ વરસાદ નોંધાયો
સુરતમાં મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.સુરતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી શરૂ થતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વહેલી સવારે વરસાદ વરસતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા.
વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. શહેરમાં સૌથી વધુ ૧૮ મીમી વરસાદ લિંબાયત ઝોનમાં નોંધાયો હતો તો સેન્ટ્રલમાં ૧૫મીમી, વરાછા એમાં ૧૧મીમી, વરાછા-બીમાં ૯ મીમી ,રાંદેરમાં ૪ મીમી, કતારગામમાં ૧૭મીમી, ઉધનામાં ૪ મીમી ,લિંબાયતમાં ૧૮ મીમી અને અઠવામાં ૮મીમી વરસાદ નોંધાયો હતો.
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને છૂટોછવાયો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.