આનંદો…કેરળમાં ચોમાસાના આગમનનું કાઉન્ટ-ડાઉન શરુ

આકરી ગરમીનો સામનો કરી રહેલા દેશવાસીઓને થોડી ટાઢક થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગનુ કહેવુ છે કે, ત્રણ જુનથી કેરાલામાં નૈઋત્યના ચોમાસાનુ આગમાન થાય તેવી સ્થિતિ સર્જાવાનુ શરુ થઈ ગયુ છે. ચોમસુ જોકે એક જુનની જગ્યાએ મોડુ પહોંચી રહ્યુ છે પણ ઉપગ્રહ પાસેથી મળેલી તસવીરો દર્શાવી રહી છે કે, કેરાલાના દરિયા કાંઠા અને તેની સાથે જાેડાયેલા અરબ સાગરમાં વાદળો છવાયેલા છે. આગામી ૨૪ કલાકમાં કેરાલામાં વરસાદનુ આગમાન થઈ શકે છે. કારણકે વરસાદ માટે વધારે અનુકુળ સ્થિતિનુ નિર્માણ થઈ રહ્યુ છે. સામાન્ય રીતે કેરાલામાં વરસાદનુ એક જુને આગમન થતુ હોય છે.

હવામાન વિભાગે આ પહેલા ૩૧ મે કે તેના ચાર દિવસ પહેલા વરસાદનુ આગમન થશે તેવુ અનુમાન લગાવ્યુ હતુ. ૩૦મેના રોજ હવામાન વિભાગે જોકે કહ્યુ હતુ કે, કેરાલામાં વરસાદના આગમન માટેના યોગ્ય સંજોગો નથી બની રહ્યા. સાથે સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તર અને દક્ષિણ ભારતમાં સરેરાશ, મધ્ય ભારતમાં સરેરાશ કરતા વધારે તથા પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થવાની શક્યતા છે. સરવાળે ચોમાસુ દેશ માટે સરેરાશ રહેશે. આગાહી પ્રમાણે જૂન અને સપ્ટેમ્બરમાં સરેરાશના ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ થવાની શક્યતા છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news