‘યાસ’ વાવાઝોડાએ ધારણ કર્યું ભીષણ સ્વરૂપ, બંગાળ ઓડિશામાં ભીષણ વરસાદ
વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત ‘યાસ’ વાવાઝોડુંનો ભય તોળાઈ રહ્યો છે. એ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ત્રાટકશે. આ પહેલાં આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
‘યાસ’ સોમવારની રાતથી ખતરનાક થવાનું શરૂ થઈ ગયું છે. આ અસરને કારણે આજે બંગાળમાં મેદિનીપુર, ૨૪ પરગના અને હુગલીમાં પણ વરસાદ પડી શકે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (દ્ગડ્ઢઇહ્લ)એ પૂર્વ મેદિનીપુર અને દિધાના કેટલાક વિસ્તારો સોમવારે જ ખાલી કરાવી લેવામાં આવ્યા હતા.
આ પહેલા અનેક વિસ્તારોમાં આજથી જ વરસાદ શરૂ થઈ જશે. ઓરિસ્સાના ભુવનેશ્વર, ચાંદીપુર અને બંગાળના દિઘામાં આજે વરસાદ થઈ રહ્યો છે. તો વાવાઝોડાને લઇને બિહાર અને ઝારખંડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યાસ વાવાઝોડું સોમવાર રાતથી ખરતનાક થવાનું શરૂ થઈ ગયું છે. આની અસરથી આજે બંગાળના મેદિનીપુર, ૨૪ પરગણા અને હુગલીમાં પણ વરસાદ થઈ શકે છે.
પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડા યાસનું જોખમ વર્તાઈ રહ્યું છે. હવામાન વિભાગે (ૈંસ્ડ્ઢ) ૨૪ કલાકની અંદર વાવાઝોડું ગંભીર તોફાનનું સ્વરૂપ ધારણ કરશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે યાસ વાવાઝોડાના કારણે મંગળવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદની આશંકા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (દ્ગડ્ઢઇહ્લ)એ પૂર્વ મેદિનીપુર અને દિઘાના અનેક વિસ્તારો સોમવારના જ ખાલી કરાવી દીધા હતા. યાસ વાવાઝોડું પારાદીપ અને સાગર આઇલેન્ડની વચ્ચે બુધવારના ટકરાવાની શક્યતા છે. આના કારણે ૧૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે હવાઓ ચાલી શકે છે અને ૨ મીટરથી ૪.૫ મીટર સુધી મોજાઓ ઉછળી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે દરિયા કિનારાથી ટકરાતા પહેલા યાસ ઘણું ખતરનાક બની શકે છે. યાસ વાવાઝોડાને જોતા પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં એનડીઆરએફની ટીમો તહેનાત છે. એરફોર્સ અને નેવીએ પણ પોતાના કેટલાક હેલિકોપ્ટર અને નૌકાઓ રાહત કાર્ય માટે રિઝર્વ રાખી છે.
વાવાઝોડાને લઇને ઓરિસ્સાએ બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંઘપુર, મયૂરભંજ અને કેઓનઝાર જિલ્લા હાઈ રિસ્ક ઝોન જાહેર કર્યા છે. યાસની અસરથી પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા, હુગલીમાં બુધવારના ૭૦-૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી હવાઓ ચાલી શકે છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજ્ય સરકાર ૧૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં લાગી છે. યાસ વાવાઝોડાને લઇને બિહાર અને ઝારખંડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારના અનેક વિસ્તારોમાં ૨-૩ દિવસ ભારે વરસાદ પડી શકે છે. ઝારખંડે યાસને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે યાસ વાવાઝોડાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારના તૈયારીઓની સમીક્ષા કરી હતી.