તાઉ-તે વાવાઝોડાના પગલે ૨૨૭ તાલુકામાં વરસાદઃ નડિયામાં સૌથી વધુ ૯ ઇંચ
વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું એ બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે સવારે ૬થી આજે સવારે ૬ વાગ્યા સુધી એટલે કે ૨૪ કલાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ ૮ ઈંચ વરસાદ નડિયાદ તાલુકામાં નોંધાયો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા હતા. રાજ્યમાં ખેડા, ગીર-સોમનાથ, ભાવનગર, વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સૌથી વધુ ૪થી ૭ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ખંભાત, ભરૂચ, લાઠી, ખેરગામ, વલસાડ, ધંધૂકા, ચૂડા, વાસો, તારાપુર, નડિયાદ, કામરેજ, બાબરા, રાણપુર, ચોટીલા, બરવાળા, ગઢડા, ખેડા, લોધિકા, માતર, વીંછિયા, મહુવા, તળાજા, ચીખલી, જેતપુર, ધોળકા, અંકલેશ્વર, કપરાડા, હળવદ, ગણદેવી, સોજીત્રા, થાનગઢ, ઘોઘા, અમરેલી, જેસર, જાલાપોર, લખતર, મહેમદાવાદ, મૂળી, આણંદ, ગીર-ગઢડા, રાજકોટ, ધરમપુર, મહુઆ, દસાડા, સાણંદ, બોરસદ, પેટલાદ, અમદાવાદ શહેર, બાવળા, આંકલાવ, જંબુસર, લીંબડી, પાદરા, ધ્રાંગધ્રા, ટંકારા સહિતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.