તૌકતે બાદ સાયક્લોન યાસનો ખતરોઃ ૨૬મીએ ભૂવનેશ્વરમાં ત્રાટકવાની શક્યતા
તૌકતે વાવાઝોડા બાદ ભારતીય હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાય તેવી સંભાવના છે. તેના કારણે અહીં ૨૩-૨૪ મે દરમિયાન ભારે વરસાદ થશે. આ અનુસંધાને ભુવનેશ્વર ઈન્ડિયન મેટ્રોલોજિકલ સેન્ટર દ્વારા એક ઈમેજ પણ શેર કરવામાં આવી છે. જેમાં ૨૩ મેના રોજ બંગાળની ખાડી નજીક એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે.
ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ સાઈન્ટિસ્ટ અને હેડ એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘૨૩ મેના રોજ બંગાળની ખાડી (અંડમાન સમુદ્ર)માં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. અમે આ લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે.’ હાલની પરિસ્થિતિએ આ વાવાઝોડું ૨૬ મેના રોજ ઓડિશાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું નામ ‘Cyclone Yaas’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
એક હવામાન વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર ચક્રવાતની રચના ઘણા વેધર પેરમીટર્સ પર આધારિત છે. લો પ્રેશર એરિયામાં ચક્રવાત સર્જાશે કે કેમ અને એવું થાય તો પણ લેન્ડફોન કયા કરશે તે અંગે હાલ કહેવું મુશ્કેલ છે.
૪જાે કે, હવામાન સાઈટ વિન્ડિ મુજબ રવિવારે (૨૩ મે) મધરાતે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે ધીમે-ધીમે વાવાઝોડાનું રૂપ લેશે અને ૨૪-૩૬ કલાક દરમિયાન તે ચક્રવાત બનીને આગળ ઓડિશા તરફ આગળ વધશે અને ૨૬મીએ રાત્રે એક વાગ્યાની આસપાસ ભુવનેશ્વરના દરિયાકાંઠે ત્રાટકશે. ત્યારબાદ ૨૭મીએ બાલાસોર, ખારગપુર, અને જમશેદપુરથી પસાર થતું રાંચી થઈને ૨૮મીએ બિહાર પહોંચશે આ દરમિયાન વાવાઝોડું નબળું પડી જશે.