થાણેની પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં લાગી આગ, ૪ દર્દીઓના મોત
કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. જે ચિંતા કરાવે તેવી બાબત છે. હવે થાણેની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી. આગની જાણ થતાં જ દર્દીઓને તાત્કાલીક ધોરણે બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની સંખ્યાની વધે તેવુ લાગી રહ્યુ છે.
થાણે મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું કે, આગ આજે સવારે ૦૩ઃ૪૦ વાગ્યે થાણેના મુમ્બ્રાની પ્રાઈમ ક્રિટિકર હોસ્પિટલમાં આગ લાગી હતી, બે ફાયર ફાઇટરો અને બચાવ કામગીરી ચાલી રહી છે, બીજી હોસ્પિટલમાં દર્દીઓ ખસેડવા દરમિયાન ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.
અગાઉ મુંબઈને અડીને આવેલા વિરાર વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગને કારણે ૧૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં. હોસ્પિટલમાં ૧૭ કોરોના દર્દીઓ આઈસીયુમાં હતા, જેમાંના ૧૪ લોકો મૃત્યુ પામ્યા હતા. આગના સમયે સમગ્ર હોસ્પિટલમાં કુલ ૯૦ દર્દીઓ હતા અને આઈસીયુના ત્રણ દર્દીઓને બીજી જગ્યાએ ખસેડ્યા હતા.
મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં અકસ્માતો સતત બનતા રહે છે. વિરારમાં આગ લાગી તે પહેલાં, નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ડો. જાકીર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકી લીક થઈ. આને રોકવા માટે દર્દીઓને ઓક્સિજનની સપ્લાય થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. ૨૪ કોરોના દર્દીઓ આ કારણોસર મૃત્યુ પામ્યા હતા . જે વેન્ટિલેટર પર હતો.
૨૬ માર્ચે, નાસિકની ઘટના પહેલા, મુંબઇના ભંડુપ પરામાં ડ્રીમ્સ મોલની સનરાઇઝ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૧ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલા તમામ દર્દીઓ વેન્ટિલેટર પર હતા, જેના કારણે તેઓ બહાર નીકળી શક્યા ન હતા. હોસ્પિટલમાં કોરોના પીડિત સિવાય અન્ય બીમારીઓના દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યા હતા.