આસામ સહિત પૂર્વોત્તરમાં ભૂંકપ, ૬.૪ની તીવ્રતા, બિલ્ડીંગોમાં પડી તિરાડ
આસામ સહિત પૂર્વોત્તરમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદ આસામના સોનિતપુરમાં નોંધાયું છે. ભૂકંપના આંચકા કેટલીક મિનિટ સુધી અનુભવાયા હતા. લોકો પોતાના ઘરથી બહાર નિકળી આવ્યા છે. ભૂકંપની અસર આસામ સહિત ઉત્તર બંગાળમાં અનુભવાઇ છે.
ગુવાહાટીમાં કેટલીક જગ્યાએ વીજળી ગુલ થઇ ગઇ છે. જણાવાઇ રહ્યું છે કે ભૂકંપના સતત ૨-૩ આંચકા અનુભવાયા હતા. પહેલો ઝટકો ૭ને ૫૫ મિનિટ અનુભવાયો અને તેની થોડી વારમાં વધુ ૨ આંચકા અનુભવાયા. આસામના કેટલાક ઘરોમાં તિરાડો પડી ગઇ છે. જોકે, કોઈ જાનહાની થવાના સમાચાર નથી.
બિહારના કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે ૭.૫૫ મિનિટે મુંગેર, કટિહાર, કિશનગંજ, ભાગલપુર, પૂર્ણિયા, ખગડિયા, સહિત કેટલાક વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
આંચકો એટલો તીવ્ર હતો કે તે પડોશી અરુણાચલ પ્રદેશથી પશ્ચિમ બંગાળ અને બિહારના ઉત્તરીય ભાગ સુધી લાગ્યું. આસામના તેજપુરમાં સવારે ૭ઃ૫૧ વાગ્યે પ્રથમ આંચકો અનુભવાયો હતો. ભૂકંપ તેઝપુરથી ૪૩ કિલોમીટર પશ્ચિમમાં જમીનથી ૧૭ કિલોમીટર નીચેનું કેન્દ્ર હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ સાથે વાત કરી છે. તેમણે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી અને આસામના લોકોના કુશળ મંગળ હોવાની કામના કરી.