ગૃહમંત્રી અમિત શાહે ૯૦૦ બેડની હોસ્પિટલનું કર્યું નિરિક્ષણ
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોચ્યાં છે. અમિત શાહે GMDC ગ્રાઉન્ડ ખાતે GSPCના સહયોગથી બનેલી ૯૦૦ બેડની હોસ્પિટલનું નિરિક્ષણ કર્યું. તેમની સાથે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.
નોંધનિય છે હાલમાં ગુજરાતમાં રોજના ૧૨ હજારથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે.જેને લઈને હોસ્પિટલો હાઉસ ફૂલ થઈ જતા દર્દીઓને સારવાર માટે લાઈનમાં ઉભા રહેવુ પડે છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તાત્કાલિક બેડ વધારવાનો ર્નિણય કર્યો હતો અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે GSPCના સહયોગથી ૯૦૦ બેડની હોસ્પિટલનું નિર્ણાણ કર્યું છે.
આ ૯૦૦ બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલની સુવિધા વિશે વાત કરીએ તો તેમા, ૧૫૦ આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં ૧૫૦ વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. આ તમામે તમામ ૯૦૦ બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. આ ઉપરાંત જાે જરુર પડે તો વધુ ૫૦૦ બેડ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે લેબોરેટરી વાન અને ૮ એમ્બ્યુલન્સ પણ શરૂ કરાવશે. આ લેબોરેટરીમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર, બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની સુવિધાઓ હશે. આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ એક ૈંઝ્રેં ઓન વહીલ્સ પણ ખુલ્લી મુકશે. ૈંઝ્રેં ઓન વહીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ હશે.
હાલના તબક્કે અમદાવાદ શહેર અને જિલ્લામાં આ સુવિધા શરૂ કરવામાં આવશે. નોંધનિય છે અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ જે વાન તૈયાર કરાઈ છે તે લેબોરેટરી વાનમાં તમામ ટેસ્ટ કરવામાં આવશે. લોકોના -RTPCR સહિતના તમામ ટેસ્ટ કરવામાં આવશે. વિવિધ વિસ્તારમાં ફરી શકે તે માટે આ વ્યવસ્થા કરાઈ છે.