અમદાવાદ : અમદાવાદમાં બાઈકના શોરૂમમાં લાગી આગ
અમદાવાદ ના ઓઢવ વલ્લભનગર માર્ગ પર આવેલ ખાનગી બાઈકના શો રુમમા આગ લાગી છે. આગ લાગતા દોડધામ મચી હતી. બાઈકના શો રૂમમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ લાગતા શોરૂમમાં રહેલ અનેકો બાઈકો સળગી જતા ભારે નુકશાન થવા પામ્યું છે.
ત્યારે રસ્તા પર પણ લોકોની ભીડ થતા પોલિસ કાફલો બોલાવાયો હતો. આકસ્મિક રીતે લાગેલ આ આગમાં શોરુમ બળી જતા વેચાણ માટે રાખેલ બાઈકો ખાખ થઈ ગઇ હતી. ત્યારે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આગ બુઝાવવા આવી પહોંચી હતી.