દેશમાં કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં ૧.૬૦ લાખથી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોનાની ગતિ ભયાનક બની રહી છે. સોમવારે ૧ લાખ ૬૦ હજાર ૬૯૪ નવા દર્દી મળી આવ્યા હતા. ૯૬,૭૨૭ સાજા થયા અને ૮૮૦ લોકો મૃત્યુ પામ્યા. આ સતત બીજાે દિવસ હતો, જ્યારે ૧ લાખ ૬૦ હજારમાંથી નવા દર્દીઓ વધુ મળ્યા. એક દિવસ પહેલાં રવિવારે ૧ લાખ ૫૯ હજાર ૯૧૪ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દેશમાં અત્યાર સુધીમાં લગભગ ૧.૩૭ કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૧.૨૨ કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. ૧ લાખ ૭૧ હજાર ૮૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસ, એટલે કે જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એની સંખ્યા આ મહિનાના ૧૨ દિવસમાં ૬ લાખ ૭૮ હજાર ૫૧૯ વધુ નોંધાયા છે. ૧ એપ્રિલે ૫ લાખ ૮૦ હજાર ૩૮૭ એક્ટિવ કેસ હતા, જે હવે વધીને ૧૨ લાખ ૫૮ હજાર ૯૦૬ થઈ ગયા છે. સોમવારે એ વધીને ૬૨,૯૪૬ પર પહોંચી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ૧૪ એપ્રિલે કોરોના અને વેક્સિનેશન મુદ્દે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે વચ્ર્યુઅલ બેઠક કરશે.

મહારાષ્ટ્રમાં ૫૧,૭૫૧ નવા દર્દીઓ મળી આવ્યા હતા, ૫૨,૩૧૨ દર્દી સ્વસ્થ થયા અને ૨૫૮ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૪.૫૮ લાખ લોકોને સંક્રમણ લાગ્યુ છે, જેમાંથી ૨૮.૩૪ લાખ લોકો સાજા થયા છે, જ્યારે ૫૮,૨૪૫ લોકો મૃત્યુ પામ્યા. હાલમાં અહીં લગભગ ૫.૬૪ લાખ લોકોની સારવાર કરવામાં આવી રહી છે.

ઉત્તરપ્રદેશમાં ૧૩,૬૦૪ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ૩,૧૯૭ લોકો સાજા થયા અને ૭૨ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં ૭.૦૫ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૬.૧૪ લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૯,૨૨૪ દર્દી મૃત્યુ પામ્યા હતા. અહીં ૮૧,૫૭૬ દર્દી સારવાર લઈ રહ્યા છે.

દિલ્હીમાં ૧૧,૪૯૧ લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. ૭,૬૬૫ લોકો સ્વસ્થ થયા અને ૭૨ લોકો મૃત્યુ પામ્યા. અહીં અત્યારસુધીમાં ૭.૩૬ લાખ લોકોને સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી ૬.૮૭ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૧૧,૩૫૫ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં ૩૮,૦૯૫ દર્દી સારવાર લઈ રહ્યા છે.

છત્તીસગઢમાં ૧૩,૫૭૬ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન ૪,૪૩૬ લોકો સ્વસ્થ થયા અને ૧૦૭ લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં ૪.૫૬ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. આમાંથી ૩.૫૨ લાખો લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૫,૦૩૧ દર્દી મૃત્યુ પામ્યા છે. ૯૮,૮૫૬ દર્દીની સારવાર ચાલી રહી છે.

મધ્યપ્રદેશમાં સોમવારે ૬,૪૮૯ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ૩,૩૦૬ લોકો સાજા થયા અને ૩૭ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં અત્યાર સુધીમાં ૩.૪૪ લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી ૩.૦૧ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૪,૨૨૧ લોકોનાં મૃત્યુ થયાં છે. ૩૮,૬૫૧ દર્દી સારવાર હેઠળ છે.

ગુજરાતમાં ૬,૦૨૧ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ૨,૮૫૪ લોકો સાજા થયા અને ૫૫ લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં ૩.૫૩ લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી ૩.૧૭ લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે ૪૮૫૫ દર્દીનાં મોત નીપજ્યાં હતાં. અહીં ૩૦,૬૮૦ દર્દી સારવાર લઈ રહ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news