દિલ્લીમાં વરસશે વાદળ, બનારસમાં પારો ૪૦ને પાર, દક્ષિણમાં ગરમી ચરમ પર
એક વાર ફરીથી દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયુ છે તે બાદ હવામાનનો મિજાજ બદલવાના પૂરા અણસાર છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દિલ્લી-એનસીઆર સહિત સમગ્ર દેશના ઘણા રાજ્યોમાં હવામાન પલટી મારી શકે છે. અહીં આંધી-તોફાન આવવાની સંભાવના છે. વળી, યુપી-બિહારમાં સૂરજ અત્યારથી આગ કાઢી રહ્યો છે અને વારાણસીમાં પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે હાલમાં યુપીમાં ગરમી બહુ વધી ગઈ છે તેની પાછળ પાછોતરા પવનોની ઉણપ જણાવવામાં આવી રહી છે.
રાજસ્થાનનો મિજાજ હાલમાં ગરમ છે. રાજ્યના લોકો એપ્રિલમાં જ જૂન-જુલાઈ જેવી લૂ સહન કરવા માટે મજબૂર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજસ્થાનમાં તાપમાન વધી રહ્યુ છે. વધતી ગરમીનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે રાજસ્થાનમાં ફલોદી ૪૩.૪૦ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે દેશમાં બીજુ સૌથી ગરમ શહેર રહ્યુ છે. મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં સૌથી વધુ પારો રેકૉર્ડ કરવામાં આવ્યો છે. રાજ્યના ૧૩ શહેરોમાં પણ દિવસનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો.
તમને જણાવી દઈએ કે મંગળવારે ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં પારો ૪૧ ડિગ્રી પહોંચી ગયો છે કે જે સામાન્યથી ૪ ડિગ્રી વધુ હતો. વિભાગના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પણ ગરમીનો પ્રકોપ આમ જ ચાલુ રહેવાનો છે. બીજી તરફ આજે દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના છે તેના માટે એલર્ટ જાહેર કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા મુજબ કાલથી લઈને આગલા બે દિવસ સુધી દિલ્લી-એનસીઆરમાં આંધી-તોફાન જોવા મળી શકે છે. જો કે આનાથી ગરમીથી તપી રહેલ દિલ્લીના તાપમાનમાં થોડો ઘટાડો આવશે.
વળી, હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. વિભાગે પહેલાથી જ હિમાચલમાં ૮ એપ્રિલે યલો એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગે કહ્યુ કે ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલામાં હવામાન ઘણુ ખરાબ હોઈ શકે છે. અહીં કરાવૃષ્ટિની સંભાવના છે. વળી, લદ્દાખ, ચમોલી, ઉત્તરકાશીમાં ભારે વરસાદની સંભાવના છે જ્યારે આસામ, મિઝોરમ અને મિઝોરમમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે.
દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ હાલમાં ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનુ શરૂ કરી દીધુ છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ચેન્નઈમાં જોરદાર ગરમી પડી રહી છે. સ્કાઈમેટના જણાવ્યા અનુસાર દિલ્લી, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાયલ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વરસાદના અણસાર છે. રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ આવી શકે છે. વળી, દિલ્લીમાં લૂની સંભાવના નથી. જો કે આગલા ૨૪ કલાકમાં રાજધાનીમાં આંધી-વરસાદ આવી શકે છે.
માનસૂન હિંદ-અરબ સાગર તરફથી ભારતના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવતી હવાઓને કહેવાય છે જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વરસાદ લાવે છે. આ એવા મોસમી પવન હોય છે જે દક્ષિણ એશિયા ક્ષેત્રમાં જૂનથી સપ્ટેમ્બર સુધી માત્ર ૪ મહિના સક્રિય રહે છે. હાઈડ્રોલૉજીમાં માનસૂનનો અર્થ છે – એવા પવનો જે વરસાદ લાવે.