અમદાવાદમાં આગામી બે દિવસ યલો એલર્ટ રહેશેઃ હવામાન વિભાગ

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટા આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસ અમદાવાદમાં યલો અલર્ટ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. કાળઝાળ ગરમી માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું પડશે. બે ત્રણ દિવસથી અમદાવાદમાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ૩ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ આ  તાપમાનમાં વધારો થશે.  ૮ અને ૯ એપ્રિલના ગીર સોમનાથ, પોરબંદર માં હિટવેવની આગાહી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ૪૨ ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.

ગરમીમાં લૂ લાગવા (હીટ વેવ)ના બનાવો પણ બનતા હોય છે જેથી આવા બનાવો ના બને તે માટે શુ તકેદારી રાખવી તે અંગેની પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવતી હોય છે. ગરમીમાં ત્રણ એલર્ટ હોય છે જેમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટનો સમાવેશ થાય છે. આ ત્રણે એલર્ટમાં ગરમીનો પારો કેટલો હોય તે પણ સુનિશ્ચિત કરાયુ છે. સામાન્ય સંજોગોમાં ગરમીની સીઝનમાં ત્રણ પ્રકારના એલર્ટો જાહેર થતા હોય છે. જેમાં ૪૧.૧ ડિગ્રી સેન્ટીગ્રેડથી ૪૩ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરાય છે.

આ ઉપરાંત બીજુ એલર્ટ ઓરેન્જ એલર્ટ કહેવાય છે. આ એલર્ટ ૪૩.૧થી ૪૪.૯ ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી હોય ત્યારે જાહેર થાય છે. ત્રીજું રેડ એલર્ટ છે. જે ૪૫ ડિગ્રીથી વધારે તાપમાન માટે જાહેર કરવામાં આવે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news