રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પાણીની લાઇનમાં ભંગાણઃ હજારો લિટર પાણી વહી ગયું

રાજકોટમાં આજે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીની નદીની જેમ વહી ગયું હતું. જેને લઈને હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જો કે ઘટનાની જાણ થતાં જ મનપા દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જેસીબીથી વિસ્તારમાં રોડ-રસ્તાનું કામ થતું હોવાથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું.

પાણીના મુખ્ય પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે જાણિતા સિવિલ હોસ્પિટલ ચોકની પાણીની લાઈનમાં ભંગાણ થતાં રસ્તામાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય હતી. જેને લઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફૂવારા થતાં જોવા મળ્યાં હતા. આ સાથે જ રસ્તા પર નદીની જેમ હજારો લિટર પાણી વહી ગયું હતું.

આ ભંગાણ થતા ફુવારા સાથે પાણીનો વેડફાટ થયો હતો. જોકે આ ઘટનાની માહિતી મળ્યા બાદ મહાનગરપાલિકા વોટરવર્કસ શાખા દ્વારા સમારકામની કામગીરી શરૂ કરી છે. પરંતુ ત્યાં સુધી હજારો લિટર પાણી વહી ગયું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news