પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ઓહોએ પાવર-પેક્ડ ટીઝર રીલિઝ કર્યું
પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ ઓટીટી પ્લેટફોર્મ – ઓહોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પાવર પેક્ડ ટીઝરના રીલિઝ દ્વારા તેના આગામી પ્રોજેક્ટ્સની જાણકારી આપી હતી.
આતુરતાથી રાહ જોવાતા ટીઝરમાં ઓહોએ ગ્રાહકોની ઉભરતી, વૈવિધ્યસભર અને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો સ્પષ્ટ ઉદ્દેશ્ય રજૂ કર્યો છે. આ ટીઝરમાં પ્રતિક ગાંધીના વિઠ્ઠલ તીડીનો ફર્સ્ટ લૂક પણ દર્શાવાયો હતો. વધુમાં રેવા, બે યાર જેવી એવોર્ડ વિજેતા ફિલ્મો, અનલિમિટેડ પ્રીમિયમ ઓરિજનલ ગુજરાતી વે શો જેમકે ઓકે બોસ, કડક-મીઠી, સાંભળો છો?, ટ્યુશન, ચસ્કેલા વગેરે પણ પ્લેટફોર્મ ઉપર આગામી સમયમાં જોવા મળશે.
આ કાર્યક્રમાં 50થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો તથા માત્ર બે દિવસમાં 40,000થી વધુ વ્યૂ સાથે ગુજરાત અને વિદેશમાંથી દર્શકોએ તેને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. હવે ઓહો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય કલાકારો સાથે વિવિધ પ્રોજેક્ટ્સ લોંચ કરવા સજ્જ છે અને ટૂંક સમયમાં દર્શકોને તે વિશેની જાણકારી અપાશે.