ભૂગર્ભજળની માર્ગદર્શિકા અને ભૂનીર એપને લઇને માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરાયું
ભૂગર્ભજળને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ અને માહિતી માટે એક નવી ભૂનીર એપ્લિકેશન લૉન્ચ
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની એનઓસી સંબંધિત માહિતી ઇચ્છી રહેલા ઉદ્યોગકાર મિત્રો માટે આ સેમિનાર ફળદાયી રહ્યોઃ યોગેશ પરીખ
અમદાવાદઃ રાજ્યના ઉદ્યોગો માટે ભૂર્ગભજળના ઉપયોગને લઇને કેટલાંક મૂઝવતા પ્રશ્નોના ઉકેલો તમામ માહિતી એક જ છત નીચે મળી રહે તે માટે ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારનું આયોજન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, અમદાવાદ, ડિપાર્ટમેન્ટ ઑફ વોટર રિસોર્સ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિજૂવેનેશન, જલશક્તિ મંત્રાલયની સહયોગિતામાં કરવામાં આવ્યું હતુ.
આ સેમિનારમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી, નવી દિલ્હીના મેમ્બર સેક્રેટરી બ્રહ્માનંદસિંહ ઠાકુર અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, ડબ્લ્યુસીઆર, અમદાવાદના રિજનલ ડિરેક્ટર ડૉ. રતિકાંતા નાયક મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. આ ઇવેન્ટમાં વિશેષ રીતે એમએસએમઇ ઇન્ડસ્ટ્રી માટે ભૂગર્ભજળના ઉપયોગ માટે એનઓસી મેળવવા ક્યાં અને કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, ભૂગર્ભજળના ઉદ્યોગ વપરાશ માટે કેવા પ્રકારની જોગવાઈઓ છે તેના વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ઇવેન્ટ ખાતે ભૂગર્ભજળને સમર્પિત ભૂનીર એપ્લિકેશન વિશે પણ માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી, નવી દિલ્હીના મેમ્બર સેક્રેટરી બ્રહ્માનંદસિંહ ઠાકુરે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતુ કે, 12 માર્ચ, 2024ના રોજ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી દ્વારા એક એમેન્સ્ટી સ્કીમને લાગૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત માઇક્રો અને સ્મોલ એમએસએમઇ ઇન્ડસ્ટ્રી કે, જેઓ 100 કેએલડી પાણીને ખેંચી રહ્યાં છે, તેમના માટેની આ સ્કિમ છે. જે અંતર્ગત દરેક ત્રણ મહિનામાં ઇસીમાંથી તેમને રાહત આપવામાં આવશે, પહેલા ત્રણ મહિનામાં 80 ટકા, ત્યાર બાદ ત્રણથી છ મહિના માટે 60 ટકા, છથી નવ મહિનામાં 40 ટકા નિર્ધારિત કરાયા છે. જો કોઈ ત્રણ મહિનાથી ઓછા સમય માટે હોય તો 20 ટકા રિડ્યુસ કરવામાં આવશે. તમામ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાના સરકારના ઉદ્દેશને અનુરૂપ આ સ્કિમ લાવવામાં આવી છે. આ સ્કિમ 11 માર્ચ, 2025ના રોજ બંધ થવા જઈ રહી છે. તો અમારો ઉદ્દેશ વધુને વધુ ઉદ્યોગો આ સ્કિમનો રિબેટ લાભ મેળવે તે રહેલો છે.
આ ઉપરાંત, બ્રહ્માનંદસિંહ ઠાકુરે નવી ભૂનીર એપ્લિકેશન વિશે માહિતી આપતા જણાવ્યું કે, ભૂગર્ભજળનો એમએસએમઇ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉપયોગને લઇને માહિતીની સાથે અમે ભૂગર્ભજળને લગતા તમામ પ્રશ્નોનું નિરાકરણ અને માહિતી માટે એક નવી એપ્લિકેશન ભૂનીરને પણ લૉન્ચ કરી છે. નવી લોન્ચ કરાયેલ ભૂનીર એપ ઉદ્યોગોએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, તે માટે કેવી પ્રકારના જરૂરી ડોક્યુમેન્ટની જરૂર રહેશે સહિતની વિવિધ માહિતીથી સજ્જ છે. આ એપ થકી પ્રોજેક્ટ પ્રોપોનેન્ટના તમામ પ્રશ્નોના પણ ઉકેલ મળી રહેશે. આ એપથી કેવી યોજનાઓ ચાલી રહી છે, તેનો લાભ અરજકર્તા ઉદ્યોગને મળી શકે છે. ભૂગર્ભજળ માટે એનઓસી મેળવવા માટેના અનુભવને ભૂનીર એપ ખૂબ જ સહજ બનાવે છે. આ એપ થકી ઓનલાઇન એપ્લિકેશન ફાઇલ કરી શકાય છે અને એક મહિનાની અંદર પણ તેમને એનઓસી પણ મળી શકે છે. આ તમામ માહિતીને ગુજરાતના પ્રોજેક્ટ પ્રોપોનેન્ટ્સ સુધી પહોંચી તે માટે આ વિશેષ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ટેક્સટાઇલ, સીટીપી, ઇટીપી સહિતના પ્રોજેક્ટ પ્રોપોનેન્ટને આ માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ વિશેષ સેમિનાર વિશે ગુજરાત કેમિકલ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન યોગેશ પરીખે જણાવ્યું હતુ કે, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે આયોજિત આ સેમિનાર ખૂબ જ માહિતીપ્રદ રહ્યો. સેમિનારમાં મુખ્ય મહેમાનો બ્રહ્માનંદસિંહ ઠાકુર અને ડૉ. રતિકાંતા નાયકે ઉદ્યોગકાર મિત્રોને મૂંઝવતા પ્રશ્નોને લઇને માહિતી પુરી પાડી હતી. ખાસ કરીને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની એનઓસી સંબંધિત માહિતી ઇચ્છી રહેલા ઉદ્યોગકાર મિત્રો માટે આ સેમિનાર ફળદાયી સાબિત થયો છે. આ સંદર્ભે અમે આગામી સમયમાં એક કમિટીની પણ રચના કરી રહ્યાં છીએ. જે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીની ઓનઓસી સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીને રજૂઆત કરશે. મૂળમાં, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી તરફથી એનઓસીન મેળવવામાં સરળીકરણ રહે તે માટે ગુજરાત ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરાશે.
આ સેમિનારમાં જીસીસીઆઈના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધી, વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહ, સેક્રેટરી ગૌરાંગ ભગત, જિજ્ઞેશ કારિયા અને ટ્રેઝરર સુધાંશુ મહેતા તેમજ એમએસએઇ કમિટીના ચેરમેન તેજસ મેહતા અને એન્વાર્યમેન્ટ કમિટીના ચેરમેન અંકિત પટેલ સહિત મોટી સંખ્યામાં એમએસએમઇ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતા.