ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી બ્લાસ્ટઃ અત્યાર સુધી ૨૫ લોકો ઘાયલ, ૩ના મોત અને ૪ લાપતા

ભરૂચની ઝઘડિયા GIDC માં બ્લાસ્ટ મામલામાં અત્યાર સુધીમાં ૩ લોકોના મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યા છે જ્યારે બ્લાસ્ટ બાદ હજુ પણ ૪ લોકો લાપતા છે. આ ગોઝારા બ્લાસ્ટમાં ૨૫ જેટલા કર્મચારીઓ ઘાયલ થયા હતા. ઝઘડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના ભરુચ જિલ્લામાં મંગળવારની સવાર અમંગળ લઈને આવી હતી. અહીંની ઝઘડિયા સ્થિત કેમિકલ કંપની યૂપીએલ – ૫ના પ્લાન્ટમાં ધમાકા સાથે આગ લાગી હતી. આ ધમાકા અને આગની ઝપેટમાં ૨૫ લોકો ઘાયલ થયા છે.


આ ઘટના વહેલી સવારે ૨ વાગે બની હતી. ઘટનાની જામ થતાં જ ઘટના સ્થળે અનેક ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરાઈ રહી છે. કંપનીના સીએમ નામના પ્લાન્ટમાં આ દુર્ઘટના બની હતી. ધમાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ૧૨ કિમી સુધી અવાજ સંભળાયો અને ભૂકંપ જેવું અનુભવાયું હતું. ગામના લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.


યૂપીએલની કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવાથી લગભગ ૨૫ કર્મચારીઓ ઘાયલ થયા હતી. તેમને ભરુચ અને વડોદરાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતી. બ્લાસ્ટ કયા કારણે થયો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરાઈ રહી છે. આગના કારણે ચારે તરફ ધુમાડાના ગોટા જાેવા મળી રહ્યા હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news