ગુજરાતમાં ગેસ ગળતરથી થતા મોતોની વણઝાર, બેખોફ બનેલા પ્રદૂષણ માફિયાઓ કોના આશીર્વાદથી કરી રહ્યા છે મોતનું તાંડવ?
- સુરત, કચ્છ અને હવે અમદાવાદ
ક્યારે થશે નિર્દોષોના ગુનેગારોને સજા
આ બનાવ અંગે ઘણા પ્રશ્નોના જવાબ મળવા હજુ બાકી છે. જેમ કે
- દેવી સિંથેટિક પાસે આ પ્રકારનો સ્પેન્ટ એસિડ વાપરવા માટે જરૂરી રૂલ-૯ ની મંજૂરી હતી?
- આ સ્પેન્ટ એસિડ મોકલનાર એકમ પાસે જીપીસીબીની જરૂરી મંજૂરી હતી?
- આ સ્પેન્ટ એસિડની સાંદ્રતા જીપીસીબીના નિર્ધારિત ધારાધોરણની મર્યાદામા હતી?
- આ સ્પેન્ટ એસિડના વહન માટે જરૂરી મેનીફેસ્ટ રજૂ કરવામાં આવેલ?
- આ વાહનનું જીપીસીબીના VLTS દ્વારા મોનીટરીંગ કરવામાંઆવેલ?
- દેવી સિંથેટીક દ્વારા કયા રસાયણ સાથે આ સ્પેન્ટ એસિડ મિક્સ કરતાંઆઘટના બની?
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમા બે કેમિકલ મિક્સ થતા થયેલ કેમિકલ રીએકશન ના કારણે ઉત્પન્ન થયેલ ગેસ લીક થવાના કારણે ફેક્ટરીમાં કામ કરતા શ્રમજીવીઓને તેની અસર થઈ હતી. જે બાદ તાત્કાલિક ધોરણે તમામ મજૂરોને 108 એમ્બ્યુલન્સની મદદથી મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે તો ચાર જેટલા લોકોને ગેસની ગંભીર અસર થતા તેઓને આઇસીયુમાં ભરતી કરાયા છે.
માત્ર ક્લોરિન જેવા ઘાતક ગેસ ઉત્પન્ન થવાના કારણે જ નિર્દોષ શ્રમજીવીઓના મૃત્યુ શક્ય છે. આ ઘટનામાં જણાવવા મા આવી રહેલ છે કે સલ્ફ્યુરિક એસિડ સાથે કોસ્ટિક સોડાનું રિએક્શન થતા આ ઘટના બની હોય શકે છે. પરંતુ કેમિકલ એક્સપર્ટ્સ તરફથી મળતી જાણકારી મુજબ સલ્ફ્યુરિક એસિડ સાથે કોસ્ટિક સોડાનું રિએક્શન થતા કોઈ જીવલેણ ગેસ ઉત્પન્ન થતો નથી.
આ ઘટનામાં ફોરેન્સિક રિપોર્ટ અને વિગતવાર પોસ્ટમોર્ટમ કરાવવામા આવે તો જ સાચી હકીકત બહાર આવી શકે છે.