કોઇપણ ટ્રેડિશનલ દવાને કોરોનાની સારવારને લઇ સર્ટિફિકેશન કર્યું નથી

પતંજલિની કોરોનિલ દવાને લઇ WHOએ કર્યો મોટો ધડાકો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સ્પષ્ટતા કરી કે તેમણે કોવિડ-૧૯ની ટ્રીટમેન્ટ માટે કોઇપણ ટ્રેડિશનલ મેડિસિનની અસરનોના કોઇ રિવ્યુ કર્યો છે અને ના તો કોઇને સર્ટિફિકેટ આપ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું આ નિવેદન પતંજલિ આયુર્વેદનાએ દાવાના લગભગ એક દિવસ બાદ આવ્યું છે. જેમાં કહ્યું હતું કે કોરોનિલ દવાને વિશ્વ આરોગ્ય સંસ્થાની સર્ટિફિકેશન સ્કીમની અંતર્ગત આયુષ મિનિસ્ટ્રીમાંથી સર્ટિફિકેટ મળ્યું છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થાના દક્ષિણ પૂર્વ એશિયાની રીઝનલ ઓફિસે સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પરથી ટ્‌વીટ કરી છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોઇપણ ટ્રેડિશનલ દવાને કોવિડ-૧૯ની સારવારને લઇ સર્ટિફિકેશન કર્યું નથી.

પતંજલિ આયુર્વેદના મેનેજીંગ ડાયરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ પણ ટ્‌વીટ કરી કે કોરોનિલ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે ડીસીજીઆઇ એ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ સર્ટિફિકેટ એટલે કે સીપીપી આપ્યું છે. આગળ તેમણે કહ્યું કે પતંજલિ માત્ર લોકોનું કન્ફ્યુઝન દૂર કરતાં એ વાતની સ્પષ્ટ કરવાની કોશિષ કરી રહ્યા હતા અને એ સ્પષ્ટ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા કોઇ પણ દવાને મંજૂર કે નામંજૂર કરતું નથી.

શુક્રવારના રોજ પત્રકાર પરિષદમાં રામદેવે એક વખત ફરીથી કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. તેમની સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને પરિવહન મંત્રી નિતિન ગડકરી પણ હાજર હતા. બાબા રામદેવે દાવો કર્યો હતો કે પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની આ દવા વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી સર્ટિફાઇડ છે. દાવો છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને જીએમપી એટલે કે ગુડ મેન્યુફેકચરિંગ પ્રેક્ટિસનું સર્ટિફિકેટ આપ્યું છે. રામદેવે કહ્યું કે આ દવા ‘એવિડન્સ બેઝડ’ છે. રામદેવે આ અવસર પર એક રિસર્ચ બુક પણ લોન્ચ કરી છે. રામદેવે કહ્યું કે કોરોનિલના સંદર્ભમાં નવા રિસર્ચ પેપર દુનિયાના સૌથી વધુ પ્રભાવવાળા રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થઇ ચૂકયા છે. ૧૫ રિસર્ચ પેપર પાઇપલાઇનમાં છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news