ગ્લોબલ વોર્મિંગ માટે મહત્વપૂર્ણ એવા કાર્ય માટે ઇન્દોરે મેળવ્યું ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
ઈન્દોર: મધ્યપ્રદેશના ઈન્દોરે એક જ દિવસમાં સૌથી વધુ વૃક્ષારોપણનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ વતી સ્વીકાર્યો હતો.
ગઈકાલે મોડી સાંજે સ્થાનિક રેવતી રેન્જ ખાતે મુખ્યમંત્રી ડૉ. યાદવે આ પ્રમાણપત્ર ગ્રાહણ કર્યું હતુ. ગઈ કાલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મુખ્ય આતિથ્ય હેઠળ ઉત્સવના વાતાવરણમાં મોટી સંખ્યામાં રોપાઓનું વાવેતર કરીને આ રેકોર્ડ બનાવ્યો છે. મુખ્યમંત્રી ડૉ.યાદવે ઈન્દોરના તમામ નાગરિકો, જનપ્રતિનિધિઓ, સરકારી સંસ્થાઓ અને આ ઉમદા કાર્યમાં ભાગ લેનાર તમામ લોકો અને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ દ્વારા આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીય, જળ સંસાધન મંત્રી તુલસીરામ સિલાવત, મેયર પુષ્યમિત્ર ભાર્ગવ, સાંસદ શંકર લાલવાણી અને ધારાસભ્યો અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.