એક્સપ્રેસ વે પર બિલોદરા ગામ નજીક ગોઝારા માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત
અમદાવાદ: ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ગ્રામીણ વિસ્તારમાં બુધવારે એક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે.
પોલીસે જણાવ્યું કે આજે બપોરે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બિલોદરા ગામ નજીક એક અનિયંત્રિત કાર ચાલતા ટ્રેલરમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકોને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી. કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.