ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ૧૧૬૩ કરોડની જોગવાઇ
રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સરક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવનઊર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં ૮૨%ના ફાળા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજયની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનો ફાળો આપી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રૂફટોપ સોલર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની સરકારની નેમ છે.
- સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે `૯૯૩ કરોડની જોગવાઈ.
- સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંકના મકાનો પર OPEX મોડલ હેઠળ ૪૦ મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
- ગ્રામ પંચાયતોમાં સુધારેલી સ્મશાનભઠ્ઠી સ્થાપવાની યોજના હેઠળ ૨૦ કરોડની જોગવાઇ.
- ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ જેવી સંસ્થાઓમાં `૧૨ કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાનું આયોજન.
- બેટરી ઓપરેટેડ વાહનોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાર્થીઓને દ્વિચક્રી વાહનો ખરીદવાની સહાય માટે `૯ કરોડની જોગવાઇ.