હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી, રાજ્યમાં ૨૪ કલાક બાદ તાપમાનમાં વધારો થશે

અમદાવાદ: ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગાહી મુજબ રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રીય થતાં ઠંડીમાં ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ૨૪ કલાક બાદ તાપમાન બે ડિગ્રી જેટલું વધશે. પવનની વાત કરવામાં આવે તો દરીયા કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારા વિસ્તારમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમ રહેશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની રહેશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news