સુરત મેટ્રો માટે સોઈલ ટેસ્ટિંગ શરૂ કરીને શ્રીગણેશ કરાયા
સુરતમાં મેટ્રો પ્રોજેકટના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત મેટ્રો માટે સોઈલ ટેસ્ટિંગ શરૂ કરીને શ્રીગણેશ કરાયા છે. ૨૦૦ જેટલા ઇજનેરો દ્વારા મેટ્રોનું કામ શરૂ કરાયું છે. શરૂઆત ૧૧ કિમીમાં ૬૦૦ પીલર બનાવાથી કામગીરીનો આરંભ કરાશે. મેટ્રો માટે એકસાથે ૪ જગ્યા પર કન્સ્ટ્રક્શન શરૂ થશે. પીલર માટે બોરિંગ કરવા માટે ૧૫ હાઈડ્રોલિક રિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં સૌથી મોટી ચેલેન્જ એ છે કે ટાઈમ પર કામ પૂર્ણ થાય. ટેકસટાઇલ અને ડાયમન્ડ કોરિયોદોર નામ આપવામાં આવ્યા છે. મેટ્રો ટ્રેનથી આજુ બાજુની મિલકતમાં ધ્રુજારી નહીં આવે.
મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફ્રાંસ સરકારે આપ્યું ૨,૨૧૧ કરોડ રૂપિયાનું ભંડોળ સુરત શહેરના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફ્રાન્સ સરકારે ૨ હજાર ૨૧૧ કરોડ રૂપિયાનું ભંડોળ આપવાનો ર્નિણય કર્યો છે. થોડા સમય પહેલાં ફ્રાંસના અધિકારીઓએ સુરતના સૂચિત મેટ્રો રેલવે પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. સુરત મેટ્રો રેલવે માટે કેન્દ્રના નાણાં મંત્રાલય અને ફ્રાન્સ સરકાર વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં બે રુટમાં મેટ્રો શરુ થશે. જેમાં એક રૂટ સરથાણાથી ડ્રીમ સીટીનો રહેશે. જે ૨૧.૬૧ કિમીનો છે.
જ્યારે બીજો રૂટ ૧૮.૭૫ કિમીનો ભેસાણથી સરોલીનો રહેશે. સરથાણાથી ડ્રીમ સિટીનો રૂટ અંડરગ્રાઉન્ડ તેમજ એલિવેટેડ રહેશે. જ્યારે ભેસાણથી સરોલીનો રૂટ એલિવેટેડ રહેશે. પ્રથમ ડ્રીમ સીટીથી રૂટ માટે ટેન્ડરિંગ કરી દેવામાં આવ્યા છે. ત્યાર બાદ મેટ્રોની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ભંડોળ સાથે જ મેટ્રોની કામગીરી વધુ ઝડપી બનશે.