આંદામાન-નિકોબાર કોરોનાથી મુક્ત થનાર દેશનુ પહેલુ રાજ્ય

કોરોના સામે ચાલી રહેલા જંગમાં હવે ભારતમાં કોરોનાનુ સંક્રમણ ઘટી રહ્યુ હોય તેવો ટ્રેન્ડ હાલમાં જોવા મળી રહ્યો છે.

લગભગ એક વર્ષથી ચાલી રહેલી આ મહામારી વચ્ચે એક ઉત્સાહજનક વાત એ છે કે, ભારતનુ એક રાજ્ય સત્તાવાર રીતે કોરોના મુક્ત બન્યુ છે.મળતી વિગતો પ્રમાણે આંદામાન નિકોબારમાં હાલમાં કોરોનાનો એક પણ કેસ નથી.સ્વાસ્થ્ય વિભાગની વેબસાઈટ પર પણ આ જાણકારી આપવામાં આવી છે.

જે પ્રમાણે અહીંયા કોરોનાના જે છેલ્લા ચાર દર્દીઓ હતા તે પણ પૂરી રીતે સાજા થઈ ગયા છે.અહીંયા ૪૯૩૨ કેસ નોંધાયા હતા અને તેમાંથી ૬૨ લોકોના મોત થયા હતા.જોકે આંકડા બતાવી રહ્યા છે કે, છેલ્લા ૬ દિવસથી આંદામાન નિકોબારમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી.છેલ્લા ૨૪ કલાકમાં એક પણ વ્યક્તિનુ મોત પણ થયુ નથી.

જોકે તેની સામે કેરલમાં સ્થિતિ સારી નથી.કેરાલામાં હાલમાં દેશના કુલ કેસ પૈકીના ૫૦ ટકા જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. હાલમાં રાજ્યમાં કોરોનાના ૭૦૦૦૦ જેટલા દર્દીઓ છે.આખા દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૧.૬૧ લાખ જેટલી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news