ભારતની અર્થવ્યવસ્થા વર્લ્ડ બેંક અને IMFના રિપોર્ટ મુજબ ૬.૩%થી આંગળ વધવાની અનુમાન
નવીદિલ્હીઃ ઈકોનોમીના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશંકા હજુ ખતમ નથી થઈ કે ચીનમાં પણ મંદીના વાદળો મંડરાવા લાગ્યા છે. ચીનના રિયલ એસ્ટેટ સંકટને બેંકિંગ સેક્ટરને પણ તેની ચપેટમાં લેવાનુ શરૂ કરી દીધુ છે. આ બધા વચ્ચે જ્યાં દુનિયાના ૩ દેશો મંદીના સંકટ સામે ઝઝુમી રહ્યા છે. ત્યાં ભારતની ઈકોનોમી તેજ ગતિથી આગળ વધી રહી છે.
વર્લ્ડ બેંક અને આઈએમએફ જેવી સંસ્થાઓના જણાવ્યા પ્રમાણે ભારત ૨૦૨૩માં સૌથી વધુ ઝડપથી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની છે. જ્યારે ભારતની ઈકોનોમી આ વર્ષે ૬.૩%ની રફ્તારથી આગળ વધવાની આશા છે. સૌથી મોટા અર્થતંત્રવાળા દેશોમાં ભારતની ગતિ સૌથી વધુ રહેવાની આશા છે. આ લિસ્ટમાં બીજુ નામ ૬ ટકા ગ્રોથ રેટ સાથે બાંગ્લાદેશનું છે. જ્યારે ત્રીજુ નામ દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયાનું છે. તેની ઈકોનોમી આ વર્ષે ૫.૬ ટકાની રફ્તારથી આગળ વધવાનું અનુમાન છે. ફિલિપિન્સની ઈકોનોમી ૫.૩ ટકાની રફ્તારથી આગળ વધી શકે છે. આર્થિક મોરચે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ચીનની ઈકોનોમીની રફ્તાર આ વર્ષે પાંચ ટકા રહેવાનું અનુમાન છે. ઈન્ડોનેશિયા પણ આ જ રફ્તારથી આગળ વધી શકે છે. યુરોપનો બીમારૂ ગણાતો તૂર્કીયેની જીડીપી રફ્તાર આ વર્ષે ૪ ટકા રહી શકે છે. જ્યારે યુએઈ ૩.૪ ટકા, મેક્સિકો ૩.૨ ટકા અને બ્રાઝિલ ૩.૧ ટકાની ગતિથી આગળ વધી શકે છે.
વિશ્વની સૌથી મોટુ ઈકોનોમી ગણાતી અમેરિકાની ઈકોનોમી આ વર્ષે ૨.૧ ટકાની ગતિથી આગળ વધી શકે છે. જ્યારે યુક્રેન સાથે યુદ્ધમાં અટવાયેલા રશિયાની ઈકોનોમી ૨.૨ ટકાની રફ્તારથી આગળ વધી શકે છે. જાપાનની જીડીપી ૨ ટકા, કેનેડાની ૧.૩ ટકા, ફ્રાંસની એક ટકા, સાઉદી અરબની ૦.૮ પરસેન્ટ, ઈટલીની ૦.૭ ટકા અને યુકેની ૦.૫ ટકા રહેવાની આશા છે. તો સૌથી ખરાબ સ્થિતિ આર્જેન્ટિનાની સામે આવી રહી છે. એક સમયે વિશ્વના વિકસીત દેશોમાં જેની ગણના થતી હતી તે આર્જેન્ટિનાની ઈકોનોમી નેગેટિવ ૨.૫ ટકાની ગતિથી આગળ વધવાની આશંકા છે. આ જ પ્રકારે એસ્તોનિયા, સ્વીડન, પાકિસ્તાન, જર્મની, લિથુઆનિયા અને ફિનલેન્ડની ઈકોનોમી પણ નેગેટિવમાં રહેવાનું અનુમાન છે. આર્થિક સંકટથી ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં આ વર્ષે જીડીપી વિકાસ દર નેગેટિવ ૦.૫ ટકા રહેવાનુ અનુમાન છે.