MGVCLએ આગામી અઢી વર્ષ દરમિયાન સ્માર્ટ વીજ મીટર નાખવાની તૈયારીઓ શરૂ કરી

ખેડાઃ MGVCL દ્વારા નવી પહેલ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત લગભગ ૩૪ લાખ ગ્રાહકોને સ્માર્ટ વીજ મીટર નાખી આપવામાં આવશે. આગામી અઢી વર્ષ સુધીમાં સ્માર્ટ વીજ મીટર નાખી આપવાનું MGVCL નું લક્ષ્ય છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

આગામી સમયમાં વીજ ગ્રાહકો પોતાના જ મોબાઈલમાં માત્ર એપ્લિકેશન નાખીને જ વીજ વપરાશ વિશે જાણી શકશે અને બિન જરૂરી વીજળીનો વપરાશ ઓછો કરી શકશે. મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા આ સ્માર્ટ વીજ મીટર નાખી આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તબક્કાવાર રીતે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવશે. આગામી અઢી વર્ષ દરમિયાન આ કામગીરી કરવામાં આવશે.

MGVCL ના મેનેજિંગ ડિરેક્ટર તેજસ પરમારના જણાવ્યા અનુસાર ‘કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયે બધા જ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર દ્વારા વીજ પૂરવઠો પૂરો પાડવાનો નિર્ણય લીધો છે. જેના ભાગ રૂપે MGVCL  દ્વારા મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, મહિસાગર અને છોટા ઉદેપૂર એમ સાત જિલ્લાના ૩૪ લાખ જેટલા વીજ ગ્રાહકોને આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં સ્માર્ટ મીટર લગાવી આપવામાં આવશે’.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, શરૂઆતના તબક્કામાં વડોદરાના અલ્કાપૂરી અને અકોટા પેટા વિસ્તારની વિભાગીય કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ સરકારી,ખાનગી, ઔદ્યોગિક એકમો સહિતના ૨૫ હજાર જેટલા ગ્રાહકોને ઘરમાં સ્માર્ટ મીટર વિનામૂલ્યે લગાવી આપવામાં આવશે. સાથે જ ગ્રાહકો પોતાના વીજ વપરાશની માહિતી મેળવી શકે તે માટે એક ખાસ મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવશે. સ્માર્ટ મીટર નાખવાથી મીટર રીડિંગ આપમેળે અને ચોક્કસાઇ પૂર્વક થશે. વીજ ગ્રાહકો મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના ઘરમાં વીજળીના વપરાશની માહિતી મેળવી શકશે અને તેના ઉપર વીજ વપરાશ પર નિયંત્રણ રાખી બચત કરી શકશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news