અમદાવાદમાં ભેખડ ધસી પડતાં એક બાળકીનું મોત, કન્સ્ટ્રક્શન સાઈટમાં બેઝમેન્ટનું કામ ચાલતું હતું
અમદાવાદઃ આંબાવાડી વિસ્તારના કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડ્યાની ઘટના સામે આવે છે. આ ભેખડ ઘસી પડતા એક બાળકીનું મોત નીપજ્યું છે. આંબાવાડી સી.એન વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર ગ્રુપ કન્સ્ટ્રક્શન સાઈટમાં બેઝમેન્ટનું કામ ચાલતું હતું ત્યારે આ ઘટના ઘટી હતી. આ ભેખડમાં દટાયેલ બાળકીનું મુત્યુ નીપજ્યું, જ્યારે એક મજૂર ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો.
આ ઘટના બનતાની સાથે સાઈટ પર કામ કરતા સબ કોન્ટ્રાકટરે આ ઘટનાની જાણ પોલીસ કે ફાયર વિભાગને ન કરવાથી શંકા ઊભી થઈ હતી, ત્યારે કોન્ટ્રાકટર અને શ્રમિક પરિવાર બાળકીની સવાર માટે ખાનગી વાહનમાં લઈને હોસ્પિટલ સારવાર માટે પહોંચી હતી, પણ બાળકીનું મોત થયા બાળકીના મૃતદેહને બાંધકામ સાઈટ પર રાખી દેવામાં આવ્યો હતો. એટલામાં મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા એલીસબ્રીજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને બિલ્ડર દ્વારા આ બનાવ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.