દિલ્હી-NCRમાં ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
નવીદિલ્હી: દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાને કારણે ધરતી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. ૩ ઓક્ટોબરે પણ ઉત્તર ભારત સહિત દેશના અન્ય રાજ્યોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, ભૂકંપની તીવ્રતા ૩.૧ માપવામાં આવી છે, જ્યારે કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદમાં જમીનથી ૧૦ કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે.