આગામી બે દિવસ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે અને આવતીકાલે રાજ્યભરમાં વરસાદ રહે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ગાજવીજની શક્યતા છે.

આ ઉપરાંત ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. તો બીજી તરફ સૌરાષ્ટÙ-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અમુક જિલ્લાના ભાગોમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી સંભાવના છે. તો આવતીકાલે રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
આભાર – નિહારીકા રવિયા

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news