સીપીસીબીના સભ્ય સચિવ તરીકે ભરત કુમાર શર્માની નિયુક્તિ
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ તરીકે ભરત કુમાર શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આજે 9 ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ કરાયેલા એક પરિપત્ર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સભ્ય સચિવ તરીકે ભરત કુમાર શર્માની નિયુક્તિ ત્રણ વર્ષના ગાળા માટે કરવામાં આવી છે.