ગુજરાત ચોમાસુઃ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે. ત્રણથી ચાર ઓગસ્ટમાં ભારે પવન ફૂંકાશે. દેશના કેટલાક ભાગોમાં વરસાદ પણ પડશે. સાથે જ પૂર્વ ભારતના ભાગોમાં બિહાર, પશ્ચિમ બંગાળ આસામમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ ઓગસ્ટના રોજ પવન ફૂંકાશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, ૮ ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા રહેશે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે.
૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ૧૬ અને ૧૭ તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે. અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. આઠ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધે અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ તથા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. કોઈપણ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડશે. કોઈ કોઈ ભાગોમાં ચાર ઈંચ કે તેથી વરસાદ પડવાની શકયતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, હવે 3 ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી મેઘરાજાનો તોફાની રાઉન્ડ ૪ આવી શકે છે અને જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં અત્યંત વરસાદ પડશે. ક્યાંક ૧૦ ઈંચથી વધારે વરસાદ પડશે, નદી નાળાં છલકાઈ જશે, મેઘરાજા તેમનું રૌદ્રસ્વરૂપ બતાવશે અને અમુક વિસ્તારો જળબંબાકાર થઈ જશે. હવામાન વિભાગની નાગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં ર ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે અને ગુજરાત માટે આવનારા ૧૫ દિવસ ખૂબ જ મુશ્કેલીજનક બની શકે છે.
પૂર્વીય બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન વિરાટ બનતા તેનો માર્ગ ઉત્તર પશ્ચિમ ભારત તરફ રહેવાની શકયતા છે. અરબ સાગરના ભારે ભેજવાળા અને પશ્ચિમ ભારતમાં ફેંકાતા ભારે ભેજવાળા પવનના લીધે દક્ષિણ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ થવાની શકયતા બતાવી છે. જારથી ફૂંકાતા પવનના સુસવાટા સાથે મધ્ય ભારત, રાજસ્થાન, ઉત્તર ગુજરાત, કચ્છના કેટલાક ભાગો, પંચમહાલના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આવા સમયે પરિવારની અને પોતાની સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની જાય છે.
ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ૧૭ ઓગસ્ટ પછીનું મધા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે સારૂં ગણાય છે. તે સ્ટોર કરવા માટે પણ સારૂં ગણાય છે. આ અરસામાં મધ્યપ્રદેશ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. ૨૩ ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર ઘટશે અને ઝાપટા પડી શકે છે. 27થી ૩૦ ઓગસ્ટમા વરસાદ થવાની શક્યતાઓ રહેશે, ૩૦ અને ૩૧માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શકયતા રહેરો. જો કે હાલમાં સતત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થયું છે. હવે વરસાદ વિરામ લે તેની ખેડૂતો રાહ જોઈને રહ્યા છે. પરંતુ ઑગસ્ટ મહિનામાં પણ વરસાદને લઈ અંબાલાલની આગાહી હવે ખેડૂતો માટે ચેતવણીરૂપ બનીને રહી ગઈ છે.