બંગાળની ખાડીમા લો પ્રેશર, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આવતીકાલથી ચોમાસાનો ત્રીજો રાઉન્ડ દસ્તક દેશે. ત્યાર અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૮ થી૨૧ જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. સાથે જ પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદી બે કાંઠે થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ પણ કહ્યું કે, આગામી ૭ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે પણ ગુજરાતમાં ઘણી જગ્યાઓ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલથી ૨૩ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, તારીખ ૧૯, ૨૦ અને ૨૧ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત ભારે વરસાદ રહેશે. આ દિવસોમાં સાઉથ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. અમદાવાદમાં પણ ૭ દિવસ સામાન્યથી માધ્યમ વરસાદ રહેશે.
૬૩% વરસાદ ગુજરાતમાં અત્યાર સુધી થઈ ચૂક્યો છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ૧૮ થી ૨૫ જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમા લો પ્રશર બની રહ્યુ છે તેના કારણે વરસાદ આવશે. જેને કારણે દક્ષિણ ગુજરાતમા સામન્યથી ભારે વરસાદ રહેશે. તો મધ્ય ગુજરાત અને ઉ ગુજરાતમા સામાન્ય વરસાદ રહેશે. ૧૭ જુલાઈ એ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી ૧૮ જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત,નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી ૧૯ જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ખેડા, આણંદ, બરોડા, ભરૂચ, સુરત અને ડાંગમાં ભારે વરસાદી આગાહી ૧૯ જુલાઈએ અમરેલી, ભાવનગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ૨૦ જુલાઈએ કચ્છ, સુરેદ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી ૨૦ જુલાઈએ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત અને નવસારીમાં અત્યંત ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. વરસાદને લઈ આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે..