બાયડમાં આભ ફાટ્યું, ચારે બાજુ જળબંબાકાર
રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આફતરૂપ બની ગયો છે. બાયડમાં મૂશળધાર વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યાં છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ આફતરૂપ બની રહ્યો છે. બાયડમાં સવારથી જ સતત વરસતા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અહીં બાયડ તાલુકાના જીતપુરમાં એક જ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં જીતગામના દરેક રસ્તા જળમગ્ન બનતા જીતપુર ગામ નદી બની ગયું હોય અને પાણીમા ગરકાવ થઇ ગયું હોય તેવું સ્થિતિ સર્જાઇ છે. તઆ ગામની દરેક ગલીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
મહુવા ૫.૩૦ ઈંચ બારડોલી ૪.૫૦ ઈંચ
કુકરમુડા ૪.૫૦ ઈંચ વ્યારા ૪.૨૫ ઈંચ
ઉના ૪ ઈંચ વાલોડ ૩.૫ ઈંચ
નિઝર ૨.૭૫ ઈંચ બાયડ ૨.૭૫ ઈંચ
મહેમદાવાદ ૨.૭૫ ઈંચ તિલકવાડા ૨.૫૦ ઈંચ
સુત્રાપાડા ૨.૫૦ ઈંચ સોનગઢ ૨.૫૦ ઈંચ
સુબિર ૨.૨૫ ઈંચ બાલાસિનોર ૨.૨૫ ઈંચ
ડોલવડ ૨ ઈંચ ધનસુરા ૨ ઈંચ
નાંદોદ ૨ ઈંચ મહુધા ૨ ઈંચ
ગળતેશ્વર ૨ ઈંચ કોડીનાર ૨ ઈંચ