પાંચ દિવસમાં ગુજરાતમાં કોરોના કેસમાં ૮૮ ટકાનો વધારો
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૮૧૫૯૪૩ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. યારે કુલ મૃત્યુઆકં ૧૦૦૮૬ પર પહોંચ્યો છે. રાયમાં એકિટવ કેસ ૨૧૫ છે જેમાં ૫ દર્દી વેન્ટિલેટર પર યારે ૨૧૦ દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ અને વલસાડમાં ૭-૭, સુરત કોપેર્ારેશનમાં ૫, સુરત જિલ્લામાં ૪, વડોદરા કોપેર્ારેશનમાં ૩, જુનાગઢ-કચ્છ-નર્મદામાં ૨, મહેસાણા-નવસારીમાં ૧-૧ કેસ નોંધાયો છે.તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે કોરોના મહામારીની ત્રીજી લહેરનો ડર પણ વધી રહ્યો છે. બીજી લહેરની શઆત આ જ પ્રકારે તહેવારોની સીઝનમાં થઈ હતી. માર્ચ મહિનામાં હોળીના તહેવાર પછી કોરોનાના કેસ એકાએક વધી ગયા હતા. એક-દોઢ મહિનામાં કોરોના એટલો વકયેર્ા હતો કે, ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો. ડોકટર ગુલેરિયાએ લોકોને અપીલ કરી છે કે, તહેવારની ઉજવણી કરો, ખુશીઓ મનાઓ, પરંતુ ધ્યાન રાખો કે તહેવારોમાં ખુશીઓ ઘરે લાવો, કોરોના સંક્રમણ નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા ડોકટર ગુલેરિયાનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે લોકોને તહેવારો દરમિયાન વધારે સાવધાની રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મારી તમામ લોકોને એવી સલાહ છે કે તહેવારોની ઉજવણી કરો, પણ એવી રીતે કરો કે ઈન્ફેકશન ના ફેલાય. કોવિડ અપ્રોપિએટ બિહેવિયર અપનાવો. આપણે તહેવારની ઉજવણી કરીએ અને તેના કારણે આપણા જ વિસ્તારમાં કેસની સંખ્યા વધી જાય અને લોકોએ હોસ્પિટલમાં દાખલ થવું પડે તે પણ સારી વાત નથી. આ તો તહેવારોની નકારાત્મક અસર થઈ જશે. માટે, તહેવારની ઉજવણી કરો, ખુશીઓ મનાવો, પરંતુ કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખો. ડોકટર ગુલેરિયાએ જણાવ્યું હતું કે, આપણા તહેવારોની શઆત થઈ ગઈ છે. અનેક તહેવાર એવા છે જે આપણે પરિવાર અને મિત્રો સાથે ઉજવીશું.
દશેરા, દુર્ગા પૂજા, કડવા ચૌથ, દિવાળી, છઠ્ઠ પૂજા, એવા અનેક તહેવારો આવી રહ્યા છે. પરંતુ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે સાવધાની રાખવાની જર છે. કારણકે આપણે સમજવાની જર છે કે વાયરસ હજી પણ છે. કોરોનાને રોકવા માટે કોવિડ અપ્રોપિએટ બિહેવિયર અત્યતં જરી છે. હંમેશા માસ્ક પહેરીને રાખો, જેથી આપણે ઈન્ફેકશનથી બચી શકીએ અને અન્ય કોઈને પણ આપણા કારણે ઈન્ફેકશન ના થાય. ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખો જેથી વાયરસ વધારે ના ફેલાય. હાથ નિયમિત રીતે ધુઓ અને ભીડ ભેગી ના થવા દો. ભીડવાળા સ્થળોએ જવાનું ટાળો.ગુજરાતમાં એકાએક કોરોના વાઈરસના કેસમાં ભયંકર વધારો શરૂ થયો છે અને નવરાત્રીના તહેવાર દરમ્યાન આપવામાં આવેલી છૂટછાટ મોંઘી પડી રહી છે તેવું દેખાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોના વાઈરસના નવા કેસમાં ૮૮ ટકાનો વધારો થઈ ગયો છે. ડેઈલી નવા કેસ બમણા થઈ ગયા છે અને તે ૨૬થી વધીને ૩૪ થઈ ગયા છે. ૮૨ દિવસમાં સૌથી વધુ નવા કેસ દરરોજ હવે બહાર આવી રહ્યા છે અને ૭૨ દિવસમાં સૌથી વધુ એકટીવ કેસ પણ રાયમાં નોંધાયા છે.
૫૦ ટકા જેટલા નવા કેસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી મળી આવ્યા છે. મુજબ ગુજરાતમાં હવે મહારાષ્ર્ટ્ર અને કેરળ કરતા પણ વધુ ઝડપથી નવા કેસ છેલ્લા પાંચ દિવસમાં બહાર આવ્યા છે. જાે લોકો કંટ્રોલ નહીં રાખે તો આ ટકાવારી ચિંતાજનક બની શકે છે. ૮૨ દિવસમાં સૌથી વધુ ડેઈલી નવા કેસ બહાર આવી રહ્યા છે તે સૌથી વધુ ચિંતાની વાત માનવામાં આવે છે. જયારે કોરોના વાઈરસની બીજી લહેર ખતરનાક બની ગઈ હતી ત્યારે પણ ડેઈલી નવા કેસ એટલા નહોતા જેટલા છેલ્લા પાંચ દિવસમાં આવ્યા છે.