રાજકોટમાં આજી-૨ ડેમના ૪ દરવાજા ખોલાયા

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્ય ભરમાં વરસાદ વરસ્યો છે. અને સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. રાજકોટ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેના કારણે આજી ૨ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. રાજકોટના માધાપર ગામમાં આવેલા આજી ૨ ડેમમાં પાણીની આવક વધતા ડેમના ૪ દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા ૧.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે.બીજી તરફ પડધરી તાલુકાના ગામોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઈ હતી. તો હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં સત્તાવાર ચોમાસુ પ્રારંભ થઈ ગયુ છે. જેના પગલે આજે વડોદરા,છોટાઉદેપુર વલસાડ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તેમ જ હજી પણ આગામી કેટલાક દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news