અમદાવાદની ૩૭ શાળાઓને ફાયર એનઓસીના અભાવે તાળા વાગી શકે છે
ફાયર વિભાગે એનઓસી વગરની બિલ્ડિંગો, હોસ્પિટલો અને શાળાઓ પર તવાઈ બોલાવાઈ રહી છે ત્યારે અગાઉ પણ શહેરીના ૪૨ જેટલી હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી હતી જે બાદ મ્યુનિ. ફાયર ફાયર એનઓસી ન હોવાથી ફટકારી નોટીસબ્રિગેડ દ્વારા શહેરની ૧૩ હોટલોને સીલ કરી દેવામાં આવી હતી. SGVP ઈન્ટરનેશનલ સ્કૂલને પણ નોટીસ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીની ૩૭ શાળાઓને પણ ફાયર એનઓસી મામલે ક્લોઝર નોટીસ આપી દેવામાં આવી છે. શહેરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી નહીં ધરાવતાં અનેક એકમો સામે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તંત્ર દ્વારા તવાઇ લાવવામાં આવી છે.
અમદાવાદ મનપા દ્વારા ફાયર એનઓસી મુદ્દે શહેરની ૩૭ જેટલી શાળાઓની ફાયર nocને લઈ ક્લોઝર નોટીસ આપવામાં આવી છે જેમાં ફાયર એનઓસી નહીં ધરાવતી શાળાઓને બંધ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. જે શાળાઓને નોટીસ આપવામાંઆવી છે તેમાં શહેરની SGVP ઇન્ટનેશનર સ્કૂલ,સમીર કનુભાઈ માણેકલાલ સ્કૂલ, શાંતિ એશિયાટિક સહિત વિવિધ ૩૭ સ્કૂલોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે અગાઉ પણ શાળાઓને નોટીસ આપવામાં આવતા શાળાઓને તેની અવગણના કરી હતી જે બાદ ફરી નોટીસ ફટકારવામાં આવી જો આ વખતે ફાયર સેફ્ટિ સર્ટિફિકેટ જે શાળાઓ નહીં ધરાવતી હોય તે શાળાને તાળા મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે.