ખંભાળિયાના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ૩ ઈજાગ્રસ્ત
ખંભાળિયાના જામનગર રોડ પર આવેલા એક રહેણાક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં અફરા-તફરી સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં એકની હાલત ગંભીર હોવાના અહેવાલો મળી રહ્યાં છે.
જોકે, સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ.
સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઇ ગયો હતો.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના રહેણાંક મકાનમાં એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરીનો સામાન ખાખ થઇ ગયો હતો.