ગુજરાતની ૩ સહકારી બેંકોને રિઝર્વ બેંકના નિયમોના ઉલ્લંઘન બદલ લાખોનો દંડ ફટકારાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નિયમોનું પાલન ન કરતી સહકારી બેંકો સામે કાર્યવાહી હાથ ધરી રોકાણકારોના નાણાં સુરક્ષિત રાખવા પ્રયાસ કરે છે. એક અખબારી યાદીમાં ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી છે કે તેણે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચાર સહકારી બેંકો પર દંડ લાદ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ૪ પૈકી ૩ બેન્ક ગુજરાતની છે. આરબીઆઇએ જે બેંકો પર દંડ ફટકાર્યો છે તેમાં હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંક, મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંક, નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંક અને સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંકનો સમાવેશ થાય છે.

આરબીઆઈએ એક જણાવ્યું હતું કે નવસર્જન ઈન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંકને ૭ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, મહેસાણા જિલ્લા પંચાયત એમ્પ્લોઈઝ કો-ઓપરેટિવ બેંકને રૂપિયા ૩ લાખ અને હાલોલ અર્બન કો-ઓપરેટિવ બેંકને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્તંભદ્રી કો-ઓપરેટિવ અર્બન બેંક પર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે બેંકે ઇન્ટર-બેંક ગ્રોસ અને કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું.

નિવેદનમાં જણાવાયું છે કે મહેસાણા જિલ્લા પંચાયત કર્મચારી સહકારી બેંકે પ્રુડેન્શિયલ ઇન્ટર-બેંક કાઉન્ટરપાર્ટી એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું અને પાત્ર રકમ ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં ટ્રાન્સફર કરી ન હતી તેથી બેંક પર દંડ લાદવામાં આવ્યો હતો. તેવી જ રીતે, હાલોલ અર્બન કો-ઓપરેટીવ બેંકને દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે બેંકે તે લોન મંજૂર કરી હતી, જ્યાં બેંકના એક ડિરેક્ટરના સંબંધી ગેરેન્ટર તરીકે ઉભા હતા. અગાઉ રિઝર્વ બેંકે નિયમોનું પાલન ન કરવા બદલ ઘણી સહકારી બેંકોના લાઇસન્સ પણ રદ કર્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news