ઈક્વાડોરમાં ભૂસ્ખલનથી ૨૪ના મોત : ૪૮ ઘાયલ
ઇક્વાડોરમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા છે. આ કુદરતી વિનાશમાં મોટું નુકસાન થયું છે. ક્વિટો સુરક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂસ્ખલનમાં ૪૮ લોકો ઘાયલ થયા છે અને ૮ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. આ સિવાય અન્ય ઘણા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓએ ૧૨ લોકોના લાપતા હોવાના અહેવાલ પણ આપ્યા છે.
ક્વિટોમાં લગભગ ૨૪ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે અને ત્યારબાદ આ તબાહી સર્જાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાહત અને બચાવ ટીમની સાથે સ્થાનિક લોકોએ પણ નાગરિકોને મદદ પહોંચાડવામાં ઘણી મદદ કરી છે.
આ દુર્ઘટનાની તબાહીનો ઉલ્લેખ કરતા એક મહિલાએ કહ્યું કે અચાનક તેના ઘરની બારી અને દરવાજામાંથી ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા. તેનું ઘર તૂટી પડે તે પહેલાં તે કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહી. તેણે ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું મારા ચાર વર્ષના પુત્ર સાથે સીડી તરફ દોડી, ત્યારે જ અચાનક મારી સામેની દિવાલ પડી ગઈ. હું કોઈક રીતે ત્યાંથી નીકળી શકી. આ ભૂસ્ખલનનો ભોગ બનેલા લોકોએ જણાવ્યું કે, સોમવાર રાતથી પડેલા ભારે વરસાદ બાદ વાહનો, મોટરસાયકલ અને અન્ય વાહનો માટીથી ઢંકાઈ ગયા હતા. અમે પહેલા માળે રહેતા પડોશીઓને મદદ માટે બોલાવ્યા, તેણે તેના ઘરના ખંડેર સામે ઉભા રહીને જણાવ્યું. મેં તો વિચાર્યું હતુ કે હું મારા બાળક સાથે જ મરી જઈશ, મેં તેને જોરથી ગળે લગાવ્યો અને અમે ભય અને ઠંડીથી કાંપી રહ્યા હતા. વડોદરા મનપાએ ૯ મહિનામાં સોલરથી ૫૦ લાખની વિજળી ઉત્પન્ન કરી