સુરત સિવિલમાં દર મહિને ૨ લાખની વિજળીની બચત
શરૂઆતથી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ગેડા)ની સોલર રૂફ ટફ પાવરની યોજના અંતર્ગત સોલર પ્રોજેક્ટ મૂકવાની યોજના હતી. જે માટે ગેડાએ ૬૫.૧૧ લાખની ગ્રાન્ટ આપી કિડની હોસ્પિટલમાં ૨૦૦ કિલો વોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે. જેમાં ૬૦૬ જેટલી સોલર પેનલ છે. જેનો સીધો આર્થિક ફાયદો થશે અર્થાત દર મહિનો વીજળી પાછળ થનારા રૂ. ૨ લાખની બચત થશે. ડો. મહેતાએ વધુમાં કહ્યું હતું કે, આ રીતે પાવરની બચત કરી કાર્બન ઉત્સર્જન ઓછામાં ઓછું કરવાની નેમ છે.
નવી કોલેજ બિલ્ડિંગમાં ૭૫૦ કિલો વોટ સોલર પેનલ પ્રોજેક્ટ માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે.તમામ સરકારી કચેરીઓમાં આ પ્રમાણેની વ્યવસ્થા ઉભી કરીને વીજ બીલમાં વધુમાં વધુ ઘટાડો થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવતી હોય છે .ડો. આર. મહેતા(સરકારી મેડિકલ કોલેજના ડિન)એ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સિવિલ કેમ્પસમાં ન્યૂરોલોજી, ન્યૂરોસર્જરી, નેફોલોજી, યૂરોસર્જરી અને કોર્ડિયોલોજી તથા કાર્ડિયો સર્જરીની સારવાર શરૂ કરવાના ઉદ્દેશ્ય સાથે કિડની હોસ્પિટલ બિલ્ડિંગ બનાવાઈ છે. વર્ષ ૨૦૨૦માં આ બિલ્ડિંગનું બહારનું માળખું તૈયાર થયું હતું અને આંતરિક માળખામાં વોર્ડ, ઓપરેશન થિએટર બનાવવાના બાકી હતી. દરમિયાન કોરોના આવતા આ બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓ માટે ૮૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ હાલમાં જૂની હોસ્પિટલ બિલ્ડીંગમાં મેડિસીન વિભાગને અહીં શિફ્ટ કરાયો છે અને ચોથા તેમજ પાંચમાં માળે દર્દી દાખલ કરવામાં આવી રહ્યાં છે.સુરતની સિવિલ કેમ્પસમાં નિર્માણ પામેલી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં ૬૫.૧૧ લાખના ખર્ચે ૨૦૦ કિલો વોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે.
ગત તા. ૨ ડિસેમ્બરથી આ પ્રોજેક્ટ શરૂ થતાં દર મહિને ૨ લાખની વિજળીની બચત થશે અને કિડની બિલ્ડિંગની સાથે સિવિલ કેમ્પસમાં આવેલી દરેક બિલ્ડિંગ ‘ગ્રીન બિલ્ડિંગ’બનાવવાનો ધ્યેય હોવાનું ડીન ડો. ઋતુંભરા મહેતાએ કહ્યું