દિલ્હીમાં પ્રદૂષણ સંબંધી ૧૫૦ હોટસ્પોટની ઓળખ થઇ : ગોપાલ રાય
એક વર્ષમાં એપ પર મળેલી ફરિયાદોના આધારે દિલ્હીમાં પ્રદૂષણસંબંધી ૧૫૦ હોટસ્પોટને ઓળખી કઢાયા છે. આ સ્થળોનું બારીકાઇથી નિરીક્ષણ કરાશે અને સંબંધિત વિભાગો તથા અધિકારીઓની મદદથી દૂષણોની નાબૂદી માટેના પગલાં લેવાશે, એમ ગોપાલ રાય ઉમેર્યું. ફરિયાદો ના થઇ રહેલા પૃથ્થકરણના આધારે વધુ હોટસ્પોટ મળી આવવાની શક્યતા છે, એમ એક અધિકારીએ કહ્યું.દિલ્હીના પર્યાવરણમંત્રી ગોપાલ રાયે કહ્યું કે સ્થાનિક સરકારે ‘ગ્રીન દિલ્હી’ એપ્લિકેશન મારફતે મળેલી ફરિયાદોના આધારે રાષ્ટ્રીય પાટનગરમાં પ્રદૂષણકર્તા ૧૫૦ સ્થળોને ઓળખી કાઢયા છે.
શહેરમાં પ્રદૂષણવિરોધી પ્રયાસોના નિરીક્ષણ તથા સંકલન માટે ગયા વર્ષે ગ્રીન વોર રૂમનો પ્રારંભ કરાયો, જ્યારે પ્રદૂષણકારક પ્રવૃત્તિઓ સંબંધી ફરિયાદો પર અસરકારકપણે ધ્યાન આપવા માટે ‘ગ્રીન દિલ્હી’ એપ્લિકેશન શરૂ કરાઇ. એપ પર મળેલી ૨૭,૦૦૦ ફરિયાદો પૈકી ૨૩,૦૦૦ થી વધુ ફરિયાદોનો ઉકેલ કરાયો છે, એમ એપના આઇઓએસ વર્ઝનને લોન્ચ કરતા રાયે જણાવ્યું. મોટા ભાગની ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હી વિકાસ સત્તામંડળ અને જાહેર બાંધકામ ખાતાને લગતી છે.